બનાસકાંઠાના એક ગામમાં વહેમીલો પતિ પત્ની ઉપર અવારનવાર શક રાખી મારઝૂડ કરતો હતો. અને નોકરી પર જતો ત્યારે ઘરને તાળું મારી દેતો હતો. જેથી આ મહિલા બે દીકરીઓને ઘરમાં તગારૂ કે કોઈ વાસણમાં જ શૌચક્રિયા કરાવવી પડતી હતી. જેથી કંટાળીને તેણીએ 181ની મદદ લેતાં કાઉન્સેલરે મહિલાના પતિને કાયદાકીય સલાહ આપી સમાધાન કરાવ્યુ હતું.

બનાસકાંઠાના એક ગામમાં રહેતા પરિવારમાં પતિનો સ્વભાવ શંકાશીલ હોવાથી પત્ની ઉપર અવાર નવાર શક કરી મારઝૂડ કરતો હતો. પત્ની તેમના માટે ઘરની બહાર કંઈક વસ્તુ લેવા જાય તો પણ શક કરતો અને હેરાન કરતો હતો. જ્યારે રાત્રિ દરમિયાન નોકરી પર જતો ત્યારે ઘરને બહારથી તાળું વાખીને જતો હતો.

ટોયલેટ ઘરની બહાર હોવાથી રાત્રે એક સાત વરસ અને એક 1 વરસની દીકરીઓને સંડાસ, બાથરૂમ જવું હોય તો આ મહિલા તગારા જેવા કોઈ વાસણમાં કરાવવાની ફરજ પડતી હતી. જેથી કંટાળીને મહિલાએ 181 મહિલા અભયમની મદદ માગતા કાઉન્સેલર તેમજ મહિલા પોલીસ દ્વારા પતિનું કાઉન્સેલિંગ કરી અને કાયદાકીય સલાહ આપી હતી. સમાધાન કરાવી ત્રાસમાંથી મુક્તિ અપાવી હતી.