શ્રી વિકાસ હાય પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુ.રા. ગાંધીનગરનાઓની સુચનાથી માર્ગદર્શન હેઠળ પોલીસ મહાનિરીક્ષક સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ ગુજરાત રાજયનાઓ દ્વારા પોલીસ વિભાગના સેવા, સુરક્ષા, શાંતિના સુત્રને સાર્થક કરવા સારૂ કોઇપણ પરિસ્થિતિમાં હરહંમેશ ખડેપગે રહેનાર ગુજરાત પોલીસનો દરેક સભ્ય COLS AWARENESS PROGRAM (CPR TRAINNING PROGRAM) ની તાલીમ મેળવી જીવન રક્ષક તરીકે કામ કરવા સક્ષમ બને તે અંગેનું આયોજન હાથ ધરી રાજયના કુલ પપ,000 પોલીસ કર્મચારીઓ અધિકારીઓને તા. 11-6ના રોજ ઉપરોકત તાલીમ આપવા અંગે આરોગ્ય વિભાગ સાથે સંકલન ઉભુ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.જે અન્વયે અશોકકુમાર યાદવ રાજકોટ રેન્જ રાજકોટનાઓના માર્ગદર્શન મુજબ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત દ્વારા સુરેન્દ્રનગર જીલ્લાની આમજનતાની સુખાકારી સારા અને ઉતમ સ્વાસ્થ્ય માટે સતત પ્રયત્નશીલ રહી સી.યુ.શાહ મેડીકલ કોલેજ અને હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે તા. 11-6ના કલાક 10 થી પસુધીમાં અલગ અલગ બેંચવાઇઝ જીલ્લાના કુલ 1498 પોલીસ અધિકારી કર્મચારીઓને COLS AWARENESS PROGRAM (CPR TRAINNING PROGRAM) નીતાલીમ આપવા આયોજન હાથ ધરવામાં આવેલ જે કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત સાહેબ તથા વી.બી.જાડેજા, નાયબ પોલસી અધિક્ષક મુખ્ય મથક એચ.પી.દોશી, નાયબ પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર ડીવીઝન, જે.ડી.પુરોહિત, ધ્રાંગધ્રા ડીવીઝન તથા ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પી.કે.પરમાર, સી.યુ.શાહ મેડીકલ કોલેજના ટ્રસ્ટીઓની ઉપસ્થિત કાર્યક્રમ યોજવામાં આવેલ.જેમાં સી.યુ.શાહ મેડીકલ કોલેજના તજજ્ઞ ડોકટરો દ્વારા હાજર પોલીસ અધિકારી, કર્મચારીઓને COLS AWARENESS PROGRAM (CPR TRAINNING PROGRAM) ની તાલીમ આપવામાં આવેલ. જે તાલીમ હેઠળ પોલીસ કર્મચારીઓ દ્વારા હાર્ટએટેક આવેલ વ્યકિતને કેવી રીતે પમ્પીંગ કરવાથી લોહી તથા ઓકસીજનનું સકર્યુલેશન હૃદયને પુરૂ પાડી શકાય તે માટે ડેમોસ્ટ્રેશન કરી સફળ તાલીમ મેળવવામાં આવેલ.ઉપરોકત તાલીમની સાથોસાથ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંગદાન જીવનદાન અંગેની મહિમા સમજાવતા ઉપરોકત પોલીસ અધિકારીઓ, મહાનુભાવો, તાલીમમાં હાજર પોલીસ કર્મચારીઓ દ્વારા કોઇ માણસની અમૂલ્ય જિંદગી બચાવવા સારૂ પોતાના મૃત્યુ બાદ શરીરના અંગોનું દાન કરીશું તેવો શુભ સંકલ્પ પણ લેવામાં આવેલ છે.