સુરેન્દ્રનગરના ડ્રગ્સ પ્રકરણમાં ઝડપાયેલા ચાર આરોપીઓના રીમાન્ડ પુર્ણ થતા તમામને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. આ આરોપીઓ અન્ય કેસમાં પણ સંડોવાયેલા હોવાથી ગંગાનગર, રાજકોટ અને ચુડા પોલીસ દ્વારા તેમનો કબજો લેવામાં આવશે.સુરેન્દ્રનગરના શિવસંગાથ ફલેટમાંથી કુખ્યાત બિશ્નોઈ ગેંગના બે સભ્યો પંજાબના અક્ષય રામકુમાર ડેલુ અને અને અંકિત વિષ્ણુરામ કાંકડ ઉપરાંત કચ્છનો પેરોલ જમ્પ કરીને ફરાર આરોપી વિક્રમસિંહ બળવંતસિંહ જાડેજા રૂા.17,60,000 ના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાતા તેમના ચૌદ દિવસના રીમાન્ડ મંજુર થયા હતા. આ શખ્સોની પુછપરછમાં તેમને લાવનારો અને ડ્રગ્સ મંગાવનારો વ્યકિત ચુડાનો મહાવીરસિંહ સિંધવ હોવાનું ખુલતા તેની પણ ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરાતા તેના દસ દિવસના રીમાન્ડ મંજુર થયા હતા.આ ચારેયના રીમાન્ડ પુરા થતા સોમવારે તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં બિશ્નોઈ ગેંગના બન્ને સભ્યો અક્ષય અને અંકિતનો ગંગાનગર પોલીસ ખંડણીના કેસમાં કબજો લઈ રાજસ્થાન લઈ જશે તેમજ કચ્છના ખુન કેસમાં સજા કાપતા પેરોલ જમ્પ કરીને ફરાર થયેલા વિક્રમસિંહ જાડેજાનો રાજકોટ પોલીસ કબજો લેશે તેમજ મહાવિરસિંહ સિંધવને અન્ય કેસની તપાસ માટે ચુડા પોલીસને સોંપાશે.
સુરેન્દ્રનગરના ડ્રગ્સ પ્રકરણમાં ઝડપાયેલા ચાર આરોપીઓના રીમાન્ડ પુર્ણ થતા તમામને જેલ હવાલે કરવામાં આવ્યા
