વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએ થરાદ તાલુકાની થરા, મોરથલ અને થેરવાડા ગામની પ્રાથમિક શાળાઓમાં બાળકોને કુમ કુમ તિલક કરી શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશોત્સવ કરાવ્યો..

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

                 

આ જ્ઞાનની સદીમાં આપણા બાળકોને પૂરતો સમય આપી તેને પ્રોત્સાહિત કરી આગળ વધવા પ્રેરણા આપીએ : અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરી..

               

આ ધરતીને પાણીથી લથબથ કરવા અભિયાન ઉપાડ્યું છે: આ વિસ્તારના તળાવો ભરવા રાજ્ય સરકારે રૂ. 1400 કરોડ મંજુર કર્યા છે..

               

તમારા ભલા માટે અને તમારા બાળકોના ભવિષ્ય માટે સખત પુરુષાર્થ કરવો છે: અધ્યક્ષશ્રી..

  ઉજ્જવળ ભવિષ્યની થીમ આધારિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2023 ની ઉજવણી પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએ રાજસ્થાન સરહદ નજીક થરાદ તાલુકાના થરા, મોરથલ અને થેરવાડા ગામની પ્રાથમિક શાળામાં બાળકો સાથે નીચે બેસીને બાળકોને કુમ કુમ તિલક કરી આંગણવાડી, બાળવાટિકા અને ધોરણ-1 ના બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો.

        આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએ શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે, આપણા જીવનના સંસ્કારો પૈકી શાળા પ્રવેશ પણ એક સંસ્કાર છે. તેમણે પોતાના અનુભવો વર્ણવતા કહ્યું કે, ભૂતકાળના સમયમાં શાળાઓ ભૂત જેવી લગતી હતી. શાળાઓનું વાતાવરણ જ એવું હતું કે બાળકો શાળાએ જતા ડરતા હતા, સોટી વાગે ચમ ચમ.... અને વિદ્યા આવે રમઝમ... જેવા સૂત્રો પણ બોલવામાં આવતા હતા. પરંતુ આજે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી આમૂલ પરિવર્તન આવ્યું છે એ આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવને આભારી છે. આજે સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવને ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે જેના લીધે ડ્રોપ આઉટ રેશીયો ઘટ્યો છે અને બાળકોનું 100 ટકા નામાંકન થાય છે.

           અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં શાળાઓના ઓરડાઓની ઘટ પુરી કરીને જ્યાં શિક્ષકોની ઘટ છે તેવી શાળાઓમાં શિક્ષણ કાર્ય પ્રભાવિત ન થાય તે માટે પ્રવાસી શિક્ષકો મુકવામાં આવશે. તેમણે બાળકોનું ઘડતર કરતા શિક્ષકોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે HTAT આચાર્યશ્રીઓ અને શિક્ષકોની મહેનતના કારણે સરકારી શાળાઓનું વાતાવરણ બદલાયું છે.

        અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે, આ સરકાર આપણા બાળકોના શિક્ષણની ચિંતા કરે છે. આ જ્ઞાનની સદીમાં આપણા બાળકોને પૂરતો સમય આપી તેને પ્રોત્સાહિત કરી આગળ વધવા પ્રેરણા આપીએ. આજના સમયમાં કોઈપણ બાળક શિક્ષણમાં માધ્યમથી આગળ વધી શકે છે. મા-બાપે દીકરા-દીકરીનો સમાન રીતે પ્રેમ- લાગણીથી ઉછેરી તેને સારા સંસ્કારો આપી ઘડતર કરવું જોઈએ. શિક્ષકના વાણી- વર્તન અને આચારણમાંથી પણ બાળકો અને ગામલોકો શિખતા હોય છે ત્યારે બાળકોના ઘડતરમાં શિક્ષકોની ભૂમિકા ખુબ અગત્યની હોય છે.

         અધ્યક્ષશ્રીએ કહ્યું કે, તમે મારામાં મુકેલા વિશ્વાસ પર ખરા ઉતરવાનો પ્રયત્ન કાયમ કરતો રહીશ. રાહને નવો તાલુકો બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. આ ધરતીને પાણીથી લથબથ કરવા અભિયાન ઉપાડ્યું છે. આ વિસ્તારના તળાવો ભરવા રાજ્ય સરકારે રૂ. 1400 કરોડ મંજુર કર્યા છે. થરાદ ખાતે રૂ. 30 કરોડના ખર્ચથી આધુનિક ફેસિલિટીવાળી હોસ્પિટલ બનવવામાં આવશે. થરાદ વિસ્તારના લોકોને રોજગારી મળી રહે તે માટે થરાદ ખાતે જી. આઈ. ડી. સી. મંજુર કરવામાં આવી છે. આપણા દીકરા- દીકરીઓને ઘર આંગણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેની સવલત મળી રહે તે માટે થરાદ ખાતે આધુનિક લાયબ્રેરી બનાવવાનું આયોજન છે. તેમણે ઉમેર્યું કે તમારા ભલા માટે અને તમારા બાળકોના ભવિષ્ય માટે સખત પુરુષાર્થ કરવો છે.

       આ પ્રસંગે અધ્યક્ષશ્રી દ્વારા જરૂરિયાતમંદ બાળકોને ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. અધ્યક્ષશ્રીના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓ અને દાતાઓનું સન્માન તથા શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

        આ પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેનશ્રી માંગીલાલ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વિનુભાઈ પટેલ, અગ્રણીઓ સર્વશ્રી તેજાભાઈ પટેલ, શ્રી દાનાભાઇ માળી, શ્રી ઉમેદસિંહ દરબાર, શ્રી મદનલાલ પટેલ, શ્રી મેવાભાઇ ખટાણા, શ્રી મહેશદાન ગઢવી, શાળા પરિવાર સહિત વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.