હાલ સૌરાષ્ટ્રમાં બિપોરજોય વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. ત્યારે આ વાવાઝોડાના કારણે ભારે ખાના ખરાબી સર્જાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં આ વાવાઝોડાની અસરથી કોઈ ગંભીર પરિસ્થિતિ સર્જાય તે વખતે આકશ્મિક પરિસ્થિતિમા અસરગ્રસ્ત લોકોને તાત્કાલીક સારવાર વિના મુલ્યે મળી રહે તે હેતુથી કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ, આટકોટ દ્વારા તમામ તૈયારીઓ અત્યારથી જ કરી દેવામાં આવી છે. સાથે જ નિઃશૂલ્ક સેવા આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

બિપોરજોય વાવાઝોડા દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્રમાં સગર્ભા મહિલા, વૃદ્ધો, તથા બાળકોને કોઈપણ જાતની ઈમરજન્સી સારવારની જરૂર પડે તો શ્રી. કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ 24 કલાક કાર્યરત રહેશે. તમામને સારવાર વિના મુલ્યે કરી આપવામાં આવશે. આ અંગે ભરત બોઘરાએ જણાવ્યું હતું કે, વાવાઝોડા જેવી કુદરતી આપત્તિના સમયે લોકોને ત્વરીત સારવાર આપી માનવ જીવન બચાવવા તથા આવી કપરી પરિસ્થિતીમાં લોકોની સાથે ઉભા રહેવા માટે શ્રી પટેલ સેવા સમાજ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

કોઇ પણ અસરગ્રસ્ત વ્યક્તિ માટે હોસ્પિટલ ખાતે ૨૪ કલાક હેલ્પલાઇન નં (૧) ૯૯૦૯૯ ૬૧૧૬૬ (૨) ૯૯૦૯૯ ૨૭૫૭૫ શરુ કરવામાં આવ્યો છે.