સરકારશ્રીના શાળા પ્રવેશઉત્સવ કાર્યક્રમ ના દિશા નિર્દેશન હેઠળ આજરોજ ઠાસરા તાલુકાના ગોકુળિયા ગામ જલાનગર ખાતે ની આંગણવાડી મા નાના ભૂલકાઓનું કંકુ પગલા પાડી, પુષ્પગુચ્છ તથા ચોકલેટો આપી આંગણવાડીમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે ઠાસરા-ગળતેશ્વર તાલુકાના લોકલાડીલા યુવા નેતા અને ધારાસભ્યશ્રી યોગેન્દ્ર સિંહ પરમાર (બકાભાઇ) તથા માજી તાલુકા ઉપ પ્રમુખ શ્રી એલ.ઝેડ.પરમાર, તાલુકા પંચાયત સભ્ય શ્રી દિનેશભાઈ પરમાર, સી.ડી.પી.ઓ. શ્રીમતિ કોકિલાબેન, મુખ્ય સેવિકા ચેતનાબેન, આંગણવાડી બહેનો, વાલીઓ તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર: રીઝવાન દરિયાઈ
ખેડા: ઠાસરા.ગળતેશ્વર