રહેઠાણ વિસ્તારો અને કોમર્શિયલ, ઔદ્યોગિક ઇમારતો સહિત જંગલ વિસ્તારોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે અમુક વખતે અકારણોસર લાગેલી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતી હોય છે. જેનું પરિણામ પણ ખૂબ ભયંકર અને નુકસાન દાયક મળતું હોય છે. આગ લાગવાની ઘટનાઓને રોકવા માટે સરકાર દ્વારા પણ અનેકો ઉપાય કરવામાં આવ્યા છે. ત્યારે યાત્રાધામ અંબાજીમાં ગઈ મોડી રાત્રે જીએમડીસી ગ્રાઉન્ડ નજીક આગ લાગવાની ઘટના સામે આવી હતી.
લોકો દ્વારા આગ લાગવાની ઘટનાની જાણ ફાયર ફાઈટરને કરાતા ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. રાત્રિ હોવાના કારણે ફાયર ફાઈટરને આગ પર કાબુ મેળવવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. છતાં ફાયર ફાઈટરના જવાનો દ્વારા મુશ્કેલીનો સામનો કર્યા બાદ આખરે આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાની ઘટનાનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. આગ પર કાબુ મેળવ્યા બાદ આગ લાગવાની ઘટનાસ્થળેના આજુબાજુ વસવાટ કરતા લોકોએ રાહત અનુભવી હતી. સાથે સાથે મોટું નુકસાન થવાથી બચાવ થયો હતો.