થરાદ-સાંચોર હાઇવે પર ગાયત્રી મંદિર સામે અને ગાયત્રી હાઇસ્કૂલ પાસે ફોરલેન રોડના નાળાનું કામ ચાલુ છે. ગત રાત્રિએ સાડા દશ વાગ્યા આસ પાસના સમયગાળામાં થરાદ-ડીસા ચાર રસ્તાથી એક મારુતી ગાડી ફુલ સ્પીડે આવી અને ગરનાળામાં જઇને ખાબકી હતી.

સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે આ ગાડીમાં ત્રણ લોકો સવાર હતા. તેમને ઈજા થતા 108 મારફતે કોઇ પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. થરાદ પોલીસ સ્ટેશનમાં આ બાબતે તપાસ કરતા ત્યાં આ ગાડી અંગે ગુનો ન નોંધાયાનું જણાવેલું છે. થરાદ માર્કેટયાર્ડથી શીત કેન્દ્ર સુધી ફોરલેન રોડ બનાવવાનું કામ ચાલું છે. આ કામ બહુ મંદગતિએ થતું હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.