મહુવા તાલુકાના કાછલ ગામે ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને સુરત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કાછલ ગામના સરપંચ કલ્પનાબેન ચૌધરીના અધ્યક્ષ સ્થાને સંગઠન થી સમૃદ્ધિ થીમ આધારિત કાર્ય શિબિર યોજવામાં આવી હતી જેમાં ગ્રામીણ મહિલાઓની આકસ્મિક નિધીનું ભંડોળ એટલે સ્વ સહાય જૂથ ગામની દરેક મહિલાઓને સ્વ સહાય જૂથ હેઠળ આવરી લઈને મહિલાઓને સ્વ નિર્ભર બનાવવા માટેના સરકાર શ્રી ના અભિગમને વેગવંતુ બનાવવા માટે સ્વ સહાય જૂથ આધારિત લાભોથી ગામની મહિલાઓને અવગત કરાવી નવા સ્વ સહાય જૂથોનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ શિબિરમાં ગામની મહિલાઓ મોટી સંખ્યાંમાં હાજર રહી હતી.