બનાસકાંઠા એસ.ઓ.જી એ પ્રોહીબીશનના ગુનાના ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી હકીકત મળતા પેટ્રોલિંગ દરમિયાન રાજસ્થાનના અતિથિ હોટલ આબુરોડથી આરોપીને ઝડપી પાડી અમીરગઢ પોલીસને સોંપી આગળની તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જિલ્લાના નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય એમ.જે.ચૌધરી પો.ઈન્સ એસ.ઓ.જી. પાલનપુર નાઓના માર્ગદર્શન મુજબ , એસ.ઓ.જી સ્ટાફ દ્વારા નાસતા ફરતા આરોપીઓની ડ્રાઈવ અનુસંધાને પેટ્રોલિંગમાં હતા.

તે દરમિયાન મળેલી ખાનગી હકીકત આધારે અમીરગઢ પોલીસ સ્ટેશનના 2023ના પ્રોહીબીશનના ગુનાના કામે નાસતા ફરતા આરોપી માહીરામ બનવારી લાલ બિશ્નોઈ રાજસ્થાન વાળાને અતિથિ હોટલ આબુરોડ પરથી ઝડપી પાડી આગળની કાર્યવાહીને લઈ અમીરગઢ પોલીસ સ્ટેશન સોંપી વધુ તપાસ હાથ ધરી છે.