અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત 'બિપરજોય' હવે અતિપ્રચંડ બની શકે છે. વાવાઝોડું પોરબંદરથી 300 કિલોમીટર , જ્યારે દ્વારકાથી 350 કિલોમીટર દૂર છે. અને નલિયાથી 425 કિલોમીટર દૂર છે. વાવાઝોડુ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાઈ શકે છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ મોડમાં છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે આજે કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. તેમજ આજે મધ્યરાત્રિથી દ્વારકામાં પણ કલમ 144 લાગુ કરવામાં આવશે. કચ્છમાં તેમજ જામનગરમાં પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં અને કોલેજોમાં ત્રણ દિવસની રજા જાહેર કરાઈ છે તેમજ કોટેશ્વર - નારાયણ સરોવર મંદિર તારીખ 13 થી 15 સુધી બંધ કરવામાં આવ્યું છે. દરરોજ લાખો ટન કાર્ગો પરિવહન કરતું દેશનું સૌથી મોટું કંડલા પોર્ટ સુમસાન નજર આવી રહ્યુ છે. પોરબંદરના કુછડી ગામે દરિયાનો પાળો તૂટ્યો હતો. બીજી તરફ , દ્વારકા , જામનગર અને કચ્છનાં તમામ બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે, જ્યારે પોરબંદરમાં નવ નંબરનું અતિભયસૂચક સિગ્નલ લગાવાયું છે. જ્યારે  બિપોરજોયે તેનું રોદ્ર રૂપ ધારણ કરી લીધુ છે . જેની અસર મહારાષ્ટ્ર અને ગુજરાતમાં શરુ થઈ ગઈ છે. મહારાષ્ટ્રનાં કેટલાક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈના દરિયાકિનારે ઊંચા મોજાઓ અને ધોધમાર વરસાદ શરુ થયો છે. મુંબઈ અને પાલઘર જિલ્લામાં 45 થી 55 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડાના પગલે મુંબઈ એરપોર્ટ પર રન વે બંધ કરાયો છે અને કેટલીક ફ્લાઈટ્સ પણ રદ્દ કરાઈ છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं