વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત ખંભાળિયાના રામનગર વિસ્તારમાં રથનું આગમન આગમન થયું હતું. કાર્યક્રમમાં ૨૦ વર્ષના વિકાસને દર્શાવતી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

બાળાઓએ કુમકુમ તિલક કરી રથનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પ્રાર્થના કરી, મહેમાનોને ઔષધિય છોડ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રભાતફેરી, યોગ, વૃક્ષારોપણ તેમજ વિવિધ સ્પર્ધા યોજવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત મહાનુભાવોને ઔષધીય રોપ આપી સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.જે.જાડેજાએ જણાવ્યું કે, વંદે ગુજરાત વિકાસ યાત્રા રથએ આપણને અવગત કરાવે છે કે ૨૦ વર્ષમાં આપણે કેટલી પ્રગતિ કરી. અને જે લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓની જાણકારી નથી તે લોકોને યોજનાની જાણકારી મળી રહે અને સ્થળ પર જ લાભ મળી રહે તે હેતુ છે

વધુમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ કહ્યુ કે, આપણે સૌ આજે એક સંકલ્પ કરીએ કે દેશને હરિયાળો બનાવવા માટે આપણે પણ વૃક્ષારોપણ કરી સહભાગી બનીએ.

        કાર્યક્રમના સ્થળે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ નિરામય ગુજરાત અંતર્ગત આરોગ્ય કેમ્પનું આયોજન,આયુષ્યમાન કાર્ડ કાઢવા માટેના કેમ્પ યોજાયા હતા. આ ઉપરાંત કાર્યક્રમના સ્થળે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સરપંચશ્રી સુનિલભાઇ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતીના ચેરમેનશ્રી સંજયભાઇ નકુમ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતીના ચેરમેનશ્રી જીતેન્દ્રભાઇ કણજારીયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી એ. આઇ. શેખ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.