ગ્રાહક મરણોત્તર સહાય ચેક વિતરણ કાર્યક્રમમાં ગુજરાત સરકારના નાયબ મુખ્યદંડક શ્રી જગદીશભાઈ મકવાણા, સુરસાગર ડેરી ના ચેરમેનશ્રી બાબાભાઈ ભરવાડ, જમીન વિકાસ બેંકના ચેરમેન શ્રી મંગળસિંહ , સુરસાગર ડેરીના પૂર્વ વાઈસચેરમેન શ્રી સુરાભાઈ રબારી, સુરેન્દ્રનગર જિલ્લાના કિસાન મોરચાના ઉપપ્રમુખ શ્રી ઈસુભાઈ ૨બારી , ચોટીલા તાલુકાના મહામંત્રી શ્રી પ્રદીપભાઈ, દસાડા તાલુકાના ગ્રામ્ય ભાજપ પ્રમુખ સોનાજી ઠાકોર સુરસાગર મેનેજિંગ ડિરેક્ટર શ્રી ગુરુદીતસીંગ સહિત મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ 70 પશુપાલકોના વારસદારને રૂપિયા 31,50,000 બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા કાર્યક્રમના સંબોધન કરતા ચેરમેનશ્રી જણાવ્યું હતું કે પશુપાલકો માટે દુધસંઘ સદાય તૈયાર છે મંત્રીશ્રીઓએ પશુપાલકોને વધારેમાં વધારે સહાય મળે તે માટે તે માટે દૂધ સંઘની વિવિધ યોજનાઓની માહિતી આપવી અને પશુપાલકો યોજનાનો લાભ વધુમાં વધુ મેળવે તેવું જણાવ્યું હતું,કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી જગદીશભાઈ મકવાણાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની કોઈ પણ ડેરીમાં મણોતર સહાય યોજના ચાલુ નથી સુરેન્દ્રનગર જિલ્લામાં સુરસાગર ડેરી મારફત પશુપાલકોનું જીવન ધોરણ સુધરે તે માટે અવનવી યોજનાઓ ચલાવવામાં આવે છે તે માટે મેનેજમેન્ટ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ