આગામી તારીખ ૧૧,૧૨,૧૩/૦૬/૨૦૨૩ ના

રોજ કુદરતી બીપોરજોય વાવાઝોડાની સંભાવના હોય, જે વાવાઝોડુ અમરેલી જિલ્લાના દરીયાકાંઠા ના વિસ્તારોને અસર કરવાનું હોય, અને જેના કારણે જાનમાલ તથા માણસોની અમુલ્ય જીંદગી જોખમાય તેમ હોઇ,

જે અનુસંધાને પીપાવાવ મરીન પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. એ.આર. છોવાળા નાઓની રાહબરી હેઠળ મરીન પીપાવાવ પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ તથા સાગર રક્ષક દળના જવાનો દ્વારા

આજ રોજ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના દરીયા કાઠાંના ગામડાઓચાંચ,ખેરા,પટવા,વિકટર,

કોવાયા તથા રામપરા-૨ ગામના દિવલા વિસ્તારમા રહેતા લોકોને આવનાર સંભવિત વાવાઝોડાઅનુસંધાને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ છે.

દરિયામા બોટો નહિ લઇ જવા તેમજ તમામ બોટો દરિયાકાંઠે લંગારવા સુચના કરી

દરિયાકાંઠે મચ્છીમારી નહિ કરવા તેમજ દરિયાકાંઠે ન્હાવા નહિ જવા સુચના કરી

નીચાણવાળા વિસ્તારોમા રહેતા લોકોને ઉંચાઇવાળા વિસ્તારોમા સલામત સ્થળે ખસી જવા સુચના કરી.

સરકારશ્રી દ્વારા નક્કી કરવામા આવેલ આશ્રય સ્થાનોમા સ્થાન લેવા,

તેમજ જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ તેમજ ત્રણ ચાર દિવસ સુધી માલસામાન, ખોરાક,પાણીનો સ્ટોરેજ રાખવા સુચના કરી

પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ ગામડાઓમા શેરી-મોહલ્લાની મુલાકાત લઇ ગામના સરપંચ તથા આગેવાનોને મળી સાવચેત રહેવા સુચના કરેલ છે.

તેમજ મદદની જરૂર પડ્યે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માર્ગદર્શન આપવામા આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.