પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના ફૂલવાડી ગામે ઝરણાં ફળીયામાં રહેતા હેતલબેન પટેલ, જયાબેન પટેલ અને ચીમનભાઈ પટેલનાઓ એકબીજાની મદદગારી કરી ઘરની પાછળ દેશી વિદેશીદારૂનો જથ્થો મોટા પ્રમાણમાં સંતાળ્યો હોવાની બાતમી મહુવા પોલીસને મળી હતી જે બાતમી આધારે મહુવા પોલીસે રેડ પાડી ઘરના વાડામાંથી 12 લીટર દેશીદારૂ ઠડું ગરમ રસાયણ 7,560 લીટર તથા ભઠ્ઠી ના સાધનો અને ભઠ્ઠી સળગાવવા માટે જલાવ લાકડાં નવસર પાટ નંગ બે તથા ઈંગ્લીશ દારૂ બોટલ નંગ ચાર મળી કુલ્લે 16,780 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી હેતલબેન પટેલ અને જયાબેન પટેલની ધરપકડ કરી હતી.જ્યારે ફરાર ચીમનભાઈ પટેલ ને વોન્ટેડ જાહેર કરી પોલીસે આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.