અમીરગઢ બોર્ડર પર બૂટલેગરો અવાર નવાર ગુજરાત માં દારૂ ઘૂસાડવા માટે નવા નુસખા અપનાવતા હોઈ છે, જોકે, પોલીસ ની બાજ નજર થી તેઓ બચી શકતા નથી અને ઝડપાઈ જતા હોય છે, ત્યારે અમીરગઢ પોલીસ ચેકિંગ કરી હતી. તે દરમિયાન રાજસ્થાન તરફ થી એક આવતા ટ્રકને રોકાવીને ચેક કરતા ટ્રકમાં ચોરખાનામાંથી દારૂ મળી આવ્યો હતો, જેથી પોલીસે એક ઈસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..

અમીરગઢ પોલીસ બોર્ડર ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમ્યાન રાજસ્થાન આબુરોડ તરફ થી શંકાસ્પદ ટ્રક આવતાં પોલીસે ટ્રક RJ 19 GH 2580 ને સાઇડમાં કરાવી ટ્રકની પાછળના ભાગે તપાસ કરતાં પાવડર ના કટ્ટા ભરેલા હતા, પરંતુ ટ્રકની અંદરનો ભાગ બહારના ભાગ કરતાં ઓછો જણાતા ટ્રકની અંદર જીણવટભરી રીતે જોતા ટ્રકની કેબીન ના પાછળના ભાગે ચોરખાનું બનાવેલ હતું જેનું ઢાંકણ ખોલી જોતાં ગુપ્ત ખાનામાં દારૂ મળી આવતા ઈસમની અટક કરી હતી..

ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેથી કુલ 9 લાખ 90 હજારનો મુદ્દામાલ સાથે ટ્રક ચાલાક આરોપી ( 1 ) હરિરામ ભોપારામ બિસ્નોઈ હાલ રહે ચંદેલાવ વિષ્ણુની ઢાણી જોધપુર ને ઝડપી પાડી આરોપી ના વિરૂધ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી ધરી છે..