બનાસકાંઠા પોલીસે પાલનપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન એક ચોરાયેલ એન્ડ્રોઇડ કંપનીના મોબાઈલ સાથે સોનીપૂર રૂપાલ ઝડપી પાડયો છે બીજી તરફ પાલનપુર હાઇવે વિસ્તારમા વે વેટ હોટેલ આગળ મોબાઈલ ચોરીના ઇસમ ને ઝડપી પાડ્યો છે બંને ઈસમો ની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જિલ્લામાં મિલ્કત સબંધી દાખલ થયેલ ગુનાઓ શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય માર્ગદર્શન મુજબ એલ.સી.બી સ્ટાફના માણસો પાલનપુર હાઈવે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે એક મોબાઈલ ચોર પાલનપુર હાઈવે વે વેટ હોટલની આસ પાસ ફરતો હોઈ જે બાતમી હકીકત આધારે વે વેટ હોટલની બાજુમાંથી વિરભાણજી ચતુરજી ભાકોદર રહે.મડાણા ડાં ને પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી કરવા સારૂ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યો છે.
બીજી તરફ પાલનપુર શહેર પશ્ચિમનાઓના માર્ગદર્શન મુજબ , ટેકનિકલની મદદથી પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન ગુનામા ચોરાયેલ રીયલમી કંપનીનો એન્ડ્રોઈડ મોબાઇલ જેની નો મુદ્દામાલ સાથે ચોર ઈસમને ઝડપી પાડી ચોરીમા ગયેલ મુદ્દામાલ કબ્જે પકડેલ ઇસમ શૈલેષજી છગનજી ઠાકોર રહે- સોનીપુર રૂપાલ ગાંધીનગર વાળાની અટક કરી આગળની તપાસ હાથ ધરી છે.