લીંબડી શહેરના રેલવે સ્ટેશન, પાલિકા નજીક આવેલા મફતિયાપરા, ઉંટડી પુલ, નાનો-મોટો વાસ, મથુરાપરા, ભરવાડ નેશ સહિત વિસ્તારોમાં પોલીસની લાચારી કે રહેમનજર હેઠળ ચાલતા દારૂના વેપલાથી વધેલી લુખ્ખાગીરીથી લોકો પરેશાન થઈ ગયા છે. સતવારા સમાજની ભોજનશાળા નજીક રહેતા 90થી વધુ લોકો પોલીસ મથકે દોડી આવ્યા હતા. પાલિકાના પૂર્વ પ્રમુખ શંકરભાઈ દલવાડી, સદસ્ય દલસુખભાઈ ચૌહાણ સહિતે PSI ડી.જે.ઝાલાને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે મથુરાપરા વિસ્તારમાં રહેતો હકા સાગર અને સોમા મગન ખુલ્લેઆમ દારૂનો વેપલો કરે છે.બન્ને માથાભારે શખ્સો સામે કોઈ બોલે તો તેમની સાથે તેઓ ઝઘડો કરે છે. પોલીસની ઢીલી નીતિને કારણે દારૂ વેચનાર અને પીનારાઓને મોકળું મેદાન મળી ગયું છે. મથુરાપરા વિસ્તારમાં દારૂ પીને દારૂડિયાઓ રસ્તા પર બેફામ ગાળો બોલે છે, મહિલાઓને હેરાન કરે છે. નિર્વસ્ત્ર થઈને મહિલાઓ સામે આવી જાય છે. દારૂનો વેપલો કરનારા અને દારૂ ઢીચનારાઓને પકડી કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી માંગ કરી છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं