સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના ચોકડી ગામે રહેતા ચેતનાબેન હર્ષદભાઈ મોરી પાડોશી બહેન સાથે ગામના તળાવે કપડાં ધોવા ગયા હતા. તેમની પાછળ તેમનો 10 વર્ષનો પુત્ર હિરેન મોરી અને પાડોશમા રહેતા ભરતભાઈ બોલણીયાની 9 વર્ષની પુત્રી રિન્કુ પણ તળાવે ગયા હતા. મહિલાઓ કપડાં ધોઈ રહી હતી, ત્યારે બન્ને બાળકો તળાવની પાળે રમી રહ્યા હતા.ત્યારે તળાવની પાળે રમતા-રમતા બન્ને બાળકો તળાવમાં પડી ગયા હતા. પાણીમાં ડૂબી રહેલા બાળકોને જોઈને મહિલાઓએ બુમાબુમ કરતાં બુમો સાંભળીને આજુબાજુના ખેતરોમાંથી ખેડૂતો દોડી આવ્યા હતા. અને બાળકોને બચાવવા તળાવમા છલાંગ લગાવી હતી. બન્ને બાળકોને પાણીમાંથી બહાર કાઢી સારવાર અર્થે ચુડા આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં ડોક્ટરે હિરેન મોરીને મૃત જાહેર કર્યો હતો. જ્યારે રિન્કુને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અન્ય હાસ્પિટલે લઈ જવાની સલાહ આપતા હાલ તેણીને સુરેન્દ્રનગર હોસ્પિટલમાં લઇ જવાતા ત્યાં હાલ સારવાર હેઠળ છે.