વેરી સિવિયર " Biparjoy" વાવાઝોડું પૂર્વીય - મધ્ય અરબી સમુદ્ર પર મુખ્ત્વે ઉતર દિશામાં છેલ્લી છ કલાક થી માત્ર કલાકની ૨ કિલોમીટર ની ઝડપે ઉતર દિશામાં આગળ વધી રહ્યું છે .જે હાલ મુજબ ૮૪૦ કિમી ગોવાથી , ૮૭૦ કિમી મુંબઈ થી , ૮૭૦ કિમી દક્ષિણ - દક્ષિણ પશ્ચિમ પોરબંદર થી તેમજ ૧૧૫૦ કિમી દક્ષિણ કરાચીથી દૂર છે . આવતાં ૩૬ કલાક હજુ વધુ મજબૂત બની શકે .મુખ્યત્વે ઉતર ઉતર - પશ્ચિમ ગતી કરશે .
તારીખ ૯ થી ૧૫ જૂન - ૨૦૨૩ સુધીનું પૂર્વાનુમાન
આ વાવાઝોડાની અસર ગુજરાતમાં ૯ /૧૦ જૂન થી છૂટા છવાયા વિસ્તારમાં વરસાદની શરૂવાત થઈ શકે .જેમાં હળવો વરસાદ કે ઝાપટાં પડી શકે....
સિસ્ટમ ટ્રેક ગુજરાત આપપાસ રહી શકે જેથી ૧૧ જૂન થી ૧૪ જૂન -૨૦૨૩ સુધીમાં વાવાઝોડાની અસર મુખ્ય સ્વરૂપે જોવા મળી શકે
જેમાં દરિયાઈ પટ્ટી લાગુ જિલ્લા અને કચ્છમાં પવનની ઝડપ વધુ જોવા મળી શકે .( સાવચેતી રાખવી )
દરિયાઈ પટ્ટીમાં વરસાદનું પ્રમાણ વધુ જોવા મળી શકે ..જેમાં ભાવનગર, અમરેલી , ગીર સોમનાથ , પોરબંદર , જૂનાગઢ , દ્વારકા અને કચ્છનો પશ્ચિમ ભાગ લાગું વિસ્તાર માં વધુ અસર રહી શકે .... બાકી વિસ્તારોમાં પણ છૂટા છવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે .
દરિયાઈ પટ્ટી લાગુ જિલ્લામાં રાજકોટ અને જામનગરમાં હળવો વરસાદ તેમજ મઘ્યમ વરસાદ પડી શકે
દરિયાઈ પટ્ટીમાં વાવણીલાયક વરસાદ પડી શકે ક્યાંક ભારે વરસાદની શક્યતા નકારી ના શકાય
આ સિસ્ટમ ગુજરાતમાં લેંડફોલ કરી શકે તેવી શક્યતા ઓછી દેખાઈ છે પરંતુ આ બાબત એક સંભાવના તરીકે નકારી શકાય નહિ .