સિહોર સહિત પંથકમાં જન્માષ્ટમી પર્વ ઉજવવા લોકોમાં થનગનાટ છવાયો છે.અને શ્રી કૃષ્ણ ભગવાનના જન્મોત્સવને વધાવવા માટેતડામાર તૈયારીઓ થઇ રહી છે. આવતીકાલે શુક્રવારે સિહોર સહિત જિલ્લાભરમાં જન્માષ્ટમીની હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. પવિત્ર શ્રાવણ માસમાં હિન્દુ ધર્મના વિવિધ તહેવારોમાં સૌથી વિશેષ મહત્ત્વ ધરાવતા જન્માષ્ટમીના પર્વ નિમિત્તે શુક્રવારે લોકો કૃષ્ણમય બની જશે. શહેરના વિવિધ મંદિરમાં હર્ષોલ્લાસ સાથે માખણચોરના જય જય કાર સાથે કૃષ્ણ જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે. રાત્રે બાર વાગ્યે બાલગોપાલના જન્મ નિમિત્તે નંદ ઘેર આનંદ ભયો... જય કનેયા લાલકી, હાથી ઘોડા પાલખી જય કનેયા લાલ કી ના ગગનભેદી નાદથો ગુંજી ઉઠશે અને ભક્તો બાલગોપાલને પારણે ઝુલાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે,
જન્માષ્ટમીના પર્વ પર ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાના મોટા મંદિરોને શણગારવામાં આવ્યા અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. શહેરમાં કેટલાક સ્થાનો પર જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જન્માષ્ટમીના પર્વપર ભક્તોમાં અનેરો ઉત્સાહ : નાના-મોટા મંદિરોને શણગારવામાં આવ્યા