રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા દેવભૂમિ

દ્વારકા જીલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી એમ.એમ.પરમાર સાહેબ નાઓએ મિલ્કત સંબંધી અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ.શ્રી કે.કે.ગોહીલનાઓને સૂચના કરતા તેઓના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. શ્રી બી.એમ.દેવમુરારી તથા પો.સ.ઇ. શ્રી એસ.વી.ગળચર_નાઓની રાહબરી હેઠળની ટીમ કાર્યરત હતી.

દરમ્યાન એ.એસ.આઈ. અરજણભાઇ મારૂ, સજુભા જાડેજા તથા હે.કો. ડાડુભાઈ જોગલ નાઓને સયુંકતમાં બાતમી હકીકત મળેલ કે, “ દ્વારકા ટાઉનમાં નરસંગ ટેકરી વીસ્તારમાં મકાનમાં મોબાઈલ ચોરી થયેલ હોય અને તે મોબાઈલ લઇ એક યુવાન ઇસમ રૂક્ષ્મણી મંદિરની બાજુમાં ભિક્ષાવૃત્તિ કરે છે અને તેને શરીરે કોફી કલરનો આખી બાયનો શર્ટ તથા ખાખી કલરનું પેન્ટ પહેરેલ છે ” મતલબેની બાતમી હકીકત આધારે મજકુર ઇસમને પકડી લઇ તેની પાસેથી ચોરીમાં ગયેલ ઓરીજનલ મુદ્દામાલ મોબાઈલ નંગ-૩ કી.રૂ.૨૮,૦૦૦/- ની સાથે પકડી પો.સ.ઈ. શ્રી દેવમુરારી નાઓએ હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરવા

દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ, > પકડાયેલ આરોપીન નામ-

(૧) અશોક કાનજીભાઈ ચૌહાણ (મારવાડી) જાતે નાથબાવા ઉ.વ.૨૪ ધંધો ભિક્ષાવૃતિ રહે. હાલ દ્વારકા, મનહરસિંહ બાપુના બંગલાની બાજુમાં આવેલ ઝુપડપટીમાં જિ.દેવભુમી દ્વારકા મૂળ રહે. પતરાવાળા મકાનમાં, નવા જંકશન પાછળ, રામનગર, સુરેન્દ્રનગર. - શોધાયેલ ગુન્હાઓ –

(૧) દ્વારકા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૫૦૦૨૨૩૦૩૪૭/૨૦૨૩ IPC કલમ-૩૮૦,૪૫૭ (૨) દ્વારકા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.ન.૧૧૧૮૫૦૦૨૨૩૦૩૫૧/૨૦૨૩ IPC કલમ-૩૮૦,૪૫૭

કામગીરી કરનાર ટીમ

આ કાર્યવાહીમાં એલ.સી.બી. - દેવભૂમિ દ્વારકા ના પોલીસ ઇન્સ. શ્રી કે.કે. ગોહીલ સાહેબની રાબારી હેઠળ PSI બી.એમ.દેવમુરારી, Psi એસ.વી.ગળચર, ASI અરજણભાઈ મારૂ, સજુભા જાડેજા, અજીતભાઇ બારોટ, વિપુલભાઇ ડાંગર, તથા : Hc જેસલસીહ જાડેજા, ડાડુભાઈ જોગલ, સહદેવસીહ જાડેજા, દિનેશભાઈ માડમ pc ગોવીંદભાઇ કરમુર, ડ્રા. ASI નરસીભાઇ સોનગરા, ડ્રા. HC હસમુખભાઈ કટારા વિગેરે સ્ટાફ નાઓ જોડાયા હતા.