બનાસકાંઠાની ગુંદરી પોલીસ ચેક પોસ્ટ ઉપરથી ટ્રક ગાડી નંબર RJ.46.GA.4709 માંથી ભારતીય બનાવટનો દારૂનો જથ્થો પાંથાવાડા પોલીસે ઝડપી પાડ્યો છે.જેમાં પોલીસ ને મળેલી બાતમી હકીકત આધારે રાજેસ્થાન તરફથી એક શંકાસ્પદ ટ્રક આવતા ચેક પોસ્ટ પર તેને રોકાવી પોલીસ ચેક કરતા ચોખાના કટ્ટાની આડમાં દારૂ લઈ ગુજરાતમાં ઘુસાડે તે પહેલા પોલીસ તેને ઝડપી પાડ્યો છે જેમાં કુલ 27 લાખ 80 હાજરથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે એકની અટકાયત કરી બે ઈસમો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા નાઓએ દારૂના વેચાણ અને હેરાફેરીને સંપૂર્ણ રીતે નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય અને પાડોશી રાજયમાંથી ઘણા મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય જેથી ડી.આર.પારગી પાંથાવાડા પોલિસ સ્ટેશન નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ છે કે મંડાર રાજસ્થાન તરફથી એક ટ્રક ગાડી નંબર RJ.46.GA.4709 નીમાં ચોખ્ખાના કટ્ટાની આડમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી પાંથાવાડા તરફ આવે છે જે બાતમી હકીકત આધારે ગુંદરી પોલીસ ચેક પોસ્ટ ખાતે હકીકતવાળી ટ્રક ગાડી મંડાર રાજેસ્થાન તરફથી આવતાં તેમાં ચેક કરતાં ટ્રકની અંદર ચોખ્ખાના કટ્ટાઓ ભરેલ હોઇ જે હટાવી વચ્ચે જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂની 2640 બોટલો જેની 7 લાખ 62 હાજર 960 તેમજ કુલ મુદ્દામાલ એમ મળી 27 લાખ 80 હજાર થી વધુનો કબ્જે કરી ચાલક અમરારામ લીખમારામ જાટ થોરી રહે. વેડીયા ચીતલાના જાલોર રાજેસ્થાન તેમજ માલ ભરાવનાર ઉદારામ જાટ રહે. દુધવા બાડમેર વાળાઓ વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.