સુલ્તાનપુરા ગામના 15 વર્ષીય યુવાને આગમ્ય કારણોસર ઝેરી દવા પીધી

મળતી માહિતી અનુસાર ગરૂડેશ્વર તાલુકાના સુલતાનપુરા ગામે રહેતા 15 વર્ષીય વિષ્ણુભાઈ ચંપકભાઈ ભીલ નાઓ એ કોઈપણ અગમ્ય કારણોસર સવારના સમય દરમિયાન જંતુનાશક ઝેરી દવા પી ગયા હોવાની ઘટના બની હતી. જેથી તેમના કાકા રવિદાસભાઈ ચંદુભાઈ ભીલ તેઓને 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા ગરુડેશ્વર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ આવ્યા હતા. જ્યાં હાલ દર્દી ભાનમાં હોય અને સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે. સદર ઘટનાની જાણ ગરુડેશ્વર પોલીસની થતા પોલીસે જાણવા જોગનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે....