અમરેલી જિલ્લાના ઇશ્વરીયા નજીક વિશ્વ પર્યાવરણ દિને યોજાયેલા કાર્યક્રમમા વન અધિકારીઓ અને કલેકટરની ઉપસ્થિતિમા સાંસદ નારણભાઇ કાછડીયાએ વૃક્ષારોપણના નામે ચાલતી તંત્રની પોલ ખુલી પાડતા ખુલ્લેઆમ આક્ષેપ કર્યો હતો કે વનવિભાગનુ એકપણ વૃક્ષ ઉછરતુ નથી.
સ્કુલમા યોજાયેલા આ કાર્યક્રમમા સાંસદ નારણભાઇ વનતંત્ર પર જાણે રીતસર વરસી પડયા હતા.
કાર્યક્રમ વનતંત્રનો હતો પરંતુ વનવિભાગના ઉચ્ચ અધિકારીઓએ પણ સાંસદના પ્રહારો નીચી મુંડીએ સાંભળ્યાં હતા.
અહી બોલતા કાછડીયાએ જણાવ્યું હતું કે મને કહેતા દુખ થાય છે કે વનવિભાગનુ એકેય વૃક્ષ ઉજરતું નથી
અમરેલી જિલ્લો સાડા સોળ લાખની વસ્તી ધરાવતો જિલ્લો છે. દર ત્રણ વ્યકિત દીઠ એક વૃક્ષની સંખ્યા છે. વનવિભાગના બે ટકા વૃક્ષ પણ ઉછરતા હોત તો આ પ્રદેશ હરીયાળો હોત.
તેમણે વન અધિકારીઓને આડે હાથ લેતા જણાવ્યું હતુ કે તમારા બીટગાર્ડને સુચના આપી દેજો કે ૭૦-૮૦ વર્ષના વૃધ્ધ ખેડૂત સાથે તુકારે વાત ન કરે. હોદો મળી ગયા બાદ કર્મચારીઓ પોતાની જાતને કાય સમજે છે.