ડીસા શહેર આંબલી કુવા વિસ્તારની ની અંદાજે 60 જેટલી દુકાનદારોને નગરપાલિકાની નોટિસ .....
ગુજરાત રાજ્યમાં હાલ પ્રીમોનસૂન ની કામગીરી ચાલુ હોય દરેક શહેરોમાં જુના અને જર્જરીત મકાનો કે દુકાનો તાકીદે ખાલી કરવા જે તે વિસ્તારની નગરપાલિકાની નોટિસ આપવામાં આવે છે
ત્યારે વાત કરીએ તો ડીસા શહેરમાં આવેલ દક્ષિણ પોલીસ સ્ટેશન ની સામે આંબલી કુવા વિસ્તાર માં નગરપાલિકાનું વર્ષો જૂનું શોપિંગ સેન્ટર જર્જરીત હાલતમોં આવેલું છે ...
તેને રીપેરીંગ માટે વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી તે રજૂઆત ના પગલે હાલ નગરપાલિકા દ્વારા દુકાનદારોને નોટિસ આપવામાં આવી છે અને તાત્કાલિક પોતપોતાની દુકાનો ખાલી કરવા નગરપાલિકાની જે તે ભાડુઆત દુકાનદારોને દુકાનો ખાલી કરવા નોટસ આપી હતી અને તાત્કાલિક નગરપાલિકા દ્વારા રીપેરિંગ નું કામ હાથ ધરવામાં આવશે....
અહેવાલ અમૃત માળી ડીસા