વિશ્વ પર્યાવરણ દિવસ જેની ઉજવણીના ભાગરૂપે મહુવા સુગરમિલના ચેરમેન માનસિંહ પટેલની ઉપસ્થિતિમાં સુગરમિલના કેમ્પસમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું વર્તમાન સમયમાં વાતાવરણ પ્રદુષણની માત્રામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે જેના કારણે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ સર્જાતા હાલ ચિંતાનો વિષય બની ગયો છે આવા સંજોગોમાં પર્યાવરણની જાળવણી માટે વૃક્ષ વાવવું ખૂબ જ જરૂરી બની ગયું છે જેને ધ્યાનમાં રાખીને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મહુવા સુગરમિલના કેમ્પસમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહુવા સુગરમિલના ચેરમેન સાથે ડિરેક્ટરો એમ.ડી.,ફેક્ટરીના અધિકારી ઓ હાજર રહ્યા હતા.