ગુજરાત, પછી પાકિસ્તાન અને હવે વાવાઝોડું ઓમાન તરફ જઈ રહ્યું છે. આ વાવાઝોડું સતત દિશા બદલાવી રહ્યું છે. આની અસરથી ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. આગામી 24 કલાકમાં લોપ્રેશર ડિપ્રેશનમાં ફેરવાય તેવું લાગી રહ્યું છે. 12 થી 14 જૂન વચ્ચે સૌરાષ્ટ્ર પર વાવાઝોડાની સૌથી વધારે અસર જોવા મળી શકે છે. IMD એ 24 રાજ્યોમાં વરસાદ અને 6 રાજ્યોમાં હીટ વેવની ચેતવણી જારી કરી છે. બિહાર, ઝારખંડ અને યુપીમાં હીટ વેવની સંભાવના છે. ઓડિશા, પશ્ચિમ MP છત્તીસગઢ, ગાંગેય પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, તેલંગાણા, ઉત્તર આંતરિક કર્ણાટક, કેરળ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કરાઈકલમાં અનેક સ્થળોએ વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે,