શું તમે ફૂડી છો અથવાતો શનિ,રવી બહાર જમવા જાઓ છો, તે ચેતી જજો આ અહેવાલ તમારા માટે છે. AMCનું ફૂડ વિભાગ છેલ્લા ઘણા દિવસોથી એક્શનમાં આવ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે AMCએ અમદાવાદમાં જાણીતા 13 ફૂડ એકમોને સીલ કરીદીધા છે. આ એ સ્થળો છે જે અમદાવાદીઓની પ્રિય સ્થળ છે. આ તમામ એકમોને સ્વચ્છાતાનો અભાવ, વાસી ખાદ્ય ખોરાક અને બિન આરોગ્યપ્રદ પાણીનો ઉપયોગ ખુલ્લેઆમ કરી રહ્યા હતા, તમામને AMCએ સીલ કરી દીધા છે.

AMCના ફૂડ વિભાગે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં તંત્રે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી હતી, અને તંત્રના અધિકારીઓએ જોયું કે આ એકમો તમામ ધારાધોરણો અને નીતિ નિયમોને નેવે મૂકીને વ્યવ્સાય કરતા હતા. તમામ એકમોને 10 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

અમદાવાદમાં AMCના ફૂડ વિભાગની કાર્યવાહી
શહેરના 13 ફૂડ એકમો કર્યા સીલ 
રૂપિયા 10 હજારનો દંડ પણ વસૂલાયો
ગંદકીના ઠેર ઠેર સામ્રાજ્ય
તમામ નીતિ નિયમો અને ધારા ધોરણો નેવે મૂકીને વેચાણ કરતા હતા અખાદ્ય પદાર્થ
તો બીજી તરફ શહેરના જાણીતા નાગર દાળવડા અને કર્ણાવતી દાબેલી સરખેજ સહિતના ફૂડ એકમોને સીલ કરી દીધા હતા. કેટલાક ફૂડ એકમોમાં એટલી ગંદકી જોવા મળી હતી કે તમારું માથું ફાટી જાય.