પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ની યોજાયેલી સંયુક્ત કારોબારી બેઠકમાં તમામ જિલ્લાઓમાં બક્ષીપંચ મોરચાની કારોબારીની બેઠક 5 મી જૂન સુધી પૂર્ણ કરી દેવાના આદેશ કરવામાં આવ્યા હતો. જેને પગલે પાટણ શહેરના સરસ્વતી નદીના પટમાં આવેલ મેલડી માતાના મંદિર પરિસર ખાતે જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ડી. એન ચૌધરી ના અધ્યક્ષતાને જિલ્લા કારોબારી બેઠક યોજાઇ હતી, જેમાં પટેલ જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રભારી અને પ્રદેશ મંત્રી પી.એન.માળી અને પ્રદેશ મંત્રી વિજયસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા..
કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશભાઈ પટેલે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની કેન્દ્ર સરકારને સફળતાના નવ વર્ષ પૂર્ણ થતા જનસંપર્ક અભિયાન થકી વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો ની વિગતવાર માહિતી આપવામાં આવી હતી, જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખે બક્ષીપંચ મોરચાની બેઠકોમાં અપેક્ષિત હોદ્દેદારો ગેરહાજર રહેતા હોય તેમને ફરજમાંથી મુક્ત કરવા અને નવા હોદ્દેદારોને નિમણૂક કરવા માટે જિલ્લા ભાજપ ને અપીલ કરી હતી..
આ સાથે સાથે સંગઠન ને મજબૂત બનાવવા અને આગામી સમયમાં લોક સભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો પાટણ લોકસભામાં પાંચ લાખ મતે વિજય થાય તે માટે તમામ હોદ્દેદારોને આજ થી જ કામે લાગી જવા માટે આહવન કર્યું હતું..
પ્રદેશ મંત્રી વિનયસિંહ ઝાલાએ આગામી સમયમાં ગામેગામ ખાટલા બેઠકો, લોકસંપર્ક અભિયાન સહિતના કાર્યક્રમો કરવા માટે પ્રદેશની સૂચના હોવાનું જણાવ્યું હતું, આ બેઠકમાં જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી રમેશભાઇ દેસાઈ બચુજી ઠાકોર સહિત તમામ મંડળના અપેક્ષિત પ્રમુખ મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા..