વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકર ચૌધરીની મહેનત રંગ લાવી: ધારાસભ્ય માવજી દેસાઈ

         ડીસા(મેરૂજી પ્રજાપતિ)

દિવસેને દિવસે જળના સ્તર ઉડે જઈ રહ્યા છે. ત્યારે છેલ્લા સાતેક વર્ષથી ધાનેરા વિધાનસભા વિસ્તારમાં પાણી પહોંચે તે માટે પ્રયત્નશીલ માવજી દેસાઈ ચૂંટણી વચનમાં ઘડો લઈ પ્રજાજનોને પાણી પહોંચડવા પ્રતિબદ્ધ હતા ત્યારે થરાદ અને ધાનેરાના સુજ્ઞ મતદાતાઓએ સક્ષમ નેતૃત્વ પંથક પાણીદાર બનાવશેની આશાસાથે થરાદ અને ધાનેરામાં વિકાસની હરીફાઈ કરી શકે તેવા બનાસડેરીમાં વિકસશીલ પ્રતિનિધિઓ ઉપર વિજયનો કળશ ઢોળેલ ત્યારે સરકાર દ્વારા૬૧ કિ.મી મુખ્ય લાઈન અને ૧૩૫ કિ.મી લાંબી પેટા લાઇન તેમજ ત્રણ પમ્પીગ સ્ટેશન માટે ૧૪૧૧ કરોડ ની ફાળવણી કરાતા લોકોમાં ખુશી વ્યાપી જવા પામેલ છે.બનાસકાંઠાના સરહદી વિસ્તાર ગણાતા થરાદ અને ધાનેરા પંથકના ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા૧૪૧૧કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરી થરાદ અને ધાનેરાના ૨૦૦ જેટલા તળાવોને નર્મદાથી નીર ભરવા એક ઐતિહાસિક નિર્ણય લેવાતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામેલ છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી દ્વારા થરાદ પંથકના ગામોને નર્મદા યોજના આધારિત સિંચાઈનું પાણી મળી રહે તે માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેમજ ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ દ્વારા પણ ધાનેરા તેમજ દાંતીવાડા પંથકના ખેડૂતોને પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે વારંવાર મુખ્યમંત્રી સહિતને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ગુજરાત સરકારના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા બનાસકાંઠાના થરાદ અને ધાનેરા તાલુકાના મળી ૨૦૦ જેટલા તળાવને નર્મદાના નિર થી ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સિંચાઈ વિભાગ દ્વારા થરાદ અને ધાનેરા તાલુકાને જોડતી ૬૧ કિમી લાંબી મુખ્ય પાઇપલાઇન અને ૧૩૫ કિલોમીટર લાંબી પેટા લાઈન દ્વારા પાણી વહન કરવા માટે ત્રણ પંપીગ સ્ટેશન બનાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જો કે આ યોજના માટે રાજ્ય સરકાર દ્વારા ૧૪૧૧ કરોડ જેટલી મતદાર રકમની ફાળવણી કરવામાં આવી છે. જેથી થરાદ અને ધાનેરાના ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છેે.ધાનેરા અને દાંતીવાડા પંથકમાં સિંચાઈના પાણી માટે ભારે મુશ્કેલી ઉભી થઈ છે ત્યારે ગુજરાત સરકાર સમક્ષ ધાનેરા ને સિચાઈ માટે પાણીની યોજના બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જેથી ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા ના થરાદ અને ધાનેરા માટે ૧૪૧૧ કરોડ ની યોજના મંજુર કરવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અંને વિધાનસભા ના અધ્યક્ષ અને પાણીદાર નેતા શંકરભાઈ ચૌધરી ની મહેનત રંગ લાવી છે તેમ ધાનેરા ધારાસભ્ય માવજી દેસાઈ એ જણાવ્યું હતું. ઉલેખનિયછે.કેધાનેરા પંથક ને પાણી મળે તે માટે સતત પ્રયત્નશીલ માવજીભાઈ દેસાઈ સાથે પાણી પુરવઠા અને સિંચાઈ મંત્રી કુવરજી બાવળિયાએ દાંતીવાડા - ધાનેરા વિસ્તારની મુલાકાત લીધી હતી.