અમેરિકી પ્રમુખ જો બાયડને કહ્યું કે અમારી પ્રાર્થના એ લોકો માટે છે જેમણે આ ભયાનક ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા અને અને અનેક લોકો ઘવાયા. ઉલ્લેખનીય છે કે બાયડેનની સાથે સાથે વિશ્વના અનેક દેશ લીડર્સ આ દુર્ઘટના અંગે ભારત પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી.
ઉલ્લેખનીય છે કે ઓડિશામાં કોરોમંડલ એક્સપ્રેસ શુક્રવારે સાંજે બાલાસોર નજીકમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. તેની સાથે અન્ય એક માલગાડી અને એક ટ્રેનનું અકસ્માત પણ થયું હતું. આ દુર્ઘટનામાં કુલ 288 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે.