બગસરા બાયપાસ નજીક મળી આવેલ લાશનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડી, ખુનનો ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. તથા બગસરા પોલીસ સ્ટેશન ટીમ
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ગુનાની વિગતઃ-
ગઇ તા.૩૧/૦૫/૨૦૨૩ નાં રોજ ચતુરભાઇ નાથાભાઇ પાઘડાળ, ઉ.વ.૫૫, ધંધો - ખેતી રહે.બગસરા, ગોકુળપરા, તા.બગસરા, જિ.અમરેલી વાળા પોતાનું જે.સી.બી લઇ બગસરા સીમમાં આવેલ પોતાની ભાગિયું રાખેલ વાડીની વાડ સરખી કરતા હોય,
તે દરમિયાન આશરે અગિયારેક વાગ્યે પોતાની વાડીની નદીના કાંઠે આવેલ વાડ પાસે બાવળની કાંટ પાસે એક પુરૂષ ઇસમની લાશ પડેલ જોવામાં આવેલ,
જે લાશ જોતા માથાના ભાગે ઇજા થતા નાક કાન અને મોઢામાંથી લોહી નીકળેલ હતુ,
અને મરણ જનાર આશરે ૨૦ વર્ષનો પુરૂષ ઇસમ હોય,
જેને કોઇ અજાણ્યા આરોપીએ માથાના ભાગે ગંભિર ઇજા કરી મોત નિપજાવેલ હોય,
જે અંગે ચતુરભાઇએ બગસરા પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ અને પોતાની ફરીયાદ જાહેર કરતા
બગસરા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૩૦૧૩૧/૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૩૦૨ મુજબ ગુનો રજી.થયેલ.
આ ખુનનો ગંભીર ગુનો બનતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ગુના વાળી જગ્યાએ પહોંચી ગયેલ, અને તેમના માર્ગદર્શન હેઠળ આ ગુનાની તપાસ અમરેલી એલ.સી.બી. ટીમ તથા બગસરા પો.સ્ટે.ની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ.
તપાસ દમિયાન ખુન થયેલી હાલતમાં મળી આવેલ લાશથી થોડે દુર વેરવિખેર હાલતમાં એક થેલો મળી આવેલ, જેમાં આધારકાર્ડ, પાન કાર્ડ તેમજ વિકલાંગ પાસ મળી આવતા જે અંગે ખરાઇ કરતા
મરણ જનાર ઇસમ પ્રકાશ શંકરભાઇ રાઠવા, રહે.કોલ,તા.જિ.છોટાઉદેપુર વાળાની હોવાની જણાય આવતા, આ અંગે પ્રકાશના પિતા શંકરભાઇથી ખાત્રી કરતા મરણ જનાર પોતાનો દિકરો હોવાનું જણાવેલ.
ભાવનગર રેન્જના જિલ્લાઓમાં
બનતા ખુન જેવા ગંભીર અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા, અને આ ખુનના ગુનાને અંજામ આપી, નાસી જનાર આરોપી ને શોધી કાઢવા અમરેલી એલ.સી.બી. તથા બગસરા પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમો બનાવી,
બગસરા પો.સ્ટે.ના પો.ઇન્સ. શ આઇ.જી.ગીડા તથા બગસરા પો.સ્ટે.ની પોલીસ ટીમ દ્વારા અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ કરવામાં આવેલ.
મરણ જનાર પોતાના વતનથી બગસરા સુધી કેવી રીતે પહોંચેલ, કયાં વાહનનો ઉપયોગ કરેલ, કોની સાથે આવેલ જે બાબતે જીણવટ ભરી રીતે તપાસ કરવામાં આવેલ, અને બગસરા બસ સ્ટેન્ડ તથા આજુ બાજુમાં આવેલ તમામ સી.સી.ટી.વી. ફુટેજનો જીણવટ ભરી રીતે અભ્યાસ કરવામાં આવેલ.
જેમાં મરણ જનારની સાથે એક અજાણ્યો ઇસમ. સી.સી.ટી.વી. ફુટેજમાં કેદ થયેલ, આ ઇસમના ફોટોગ્રાફ્સ મેળવી, તે ફોટા આધારે આરોપીની તપાસ કરતાં કેમેરામાં કેદ થયેલ ઇસમ મુકેશ ભુપતભાઇ ચોરાલા રહે.ગોપાલગ્રામ વાળો હોવાનુ ખરાઇ થતા, મજકુરને પકડી પાડી, તેમની સઘન પુછપરછ કરતાં પોતે આ ગુનાને અંજામ આપેલ હોવાની ચોંકાવનારી કબુલાત આપેલ હતી.
પકડાયેલ આરોપીની વિગતઃ-
મુકેશ ઉર્ફે મુકો ભુપતભાઇ ચારોલા, ઉ.વ.૩૫, રહે.ગોપાલગ્રામ, તા.ધારી, જિ.અમરેલી,
પકડાયેલ આરોપીની પૂછ -પરછ દરમિયાન ખુલવા પામેલ હકિકતઃ-
પકડાયેલ આરોપી મુકેશ ભુપતભાઇ ચારોલા બગસરા બસ સ્ટેન્ડમાં આંટા ફેરા મારતો હોય, તે દરમિયાન આ કામે મરણ જનાર પ્રકાશ રાઠવા મળેલ જે આંખે અંધ હોય, તેની સાથે વાતચીત કરી, પરિચય કેળવેલ, આ પ્રકાશ રાઠવાને અમરેલી જવું હોય, બસની રાહ જોતા હોય, તેને આરોપીએ આઇ.ટી.આઇ. પાસેથી બસ મળી જછે. તેવુ કહી પોતાની સાથે આવવા કહેતા આ પ્રકાશ રાઠવા તેની સાથે રીક્ષામાં બેસી બગસરા, આઇ.ટી.આઇ. રોડ પાસે આવવા નિકળેલ.
આ દરમિયાન પકડાયેલ આરોપી મુકેશ ચારોલાએ બગસરા, હામાપુર જવાના કાચા રસ્તે પાસે રીક્ષામાંથી ઉતરી, હામાપુર જવાના કાચા રસ્તે, બાવળની કાંટમાં લઇ ગયેલ,
અને મરણ જનાર પ્રકાશ રાઠવાને સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય કરવા કહેતા, પ્રકાશ રાઠવાએ ના પાડતા, બન્ને વચ્ચે ઝપાઝપી થયેલ અને આ મુકેશ ચારોલાએ પથ્થર સાથે પ્રકાશ રાઠવાનું માથુ ભટકાડી, ગંભીર ઇજા કરી, મોત નિપજાવી, મરણ જનાર પ્રકાશ રાઠવાનો મોબાઇલ ફોન તથા રૂ.૫૦૦/- લઇ નાસી ગયેલ હતો.
પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ-
પકડાયેલ આરોપી મુકેશ ઉર્ફે મુકો ભુપતભાઇ ચારોલા વિરૂધ્ધ લુંટ, મારા મારી, ચોરી સહીત નીચે મુજબના ગુનાઓ રજી. થયેલ છે.
(૧) સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૨૨૨૦૯૧૯/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૯૪, ૧૧૪, તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ.
(૨) ચલાલા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૩૨૧૦૩૨૭/૨૦૨૧, આઇ.પી.સી. કલમ ૩૨૩,૩૨૪,૫૦૪, ૧૧૪, તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ.
(૩) અમરેલી સીટી પો.સ્ટે. સે.ગુ.ર.નં.૯૨/૨૦૧૬, આઇ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪, તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ.
(૪) ચલાલા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૩૨૩૦૧૧૫/૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ,
(૫)અમરેલી તાલુકાપો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૦૧૨૧૯/૨૦૨૦, એમ.વી.એકટ કલમ ૧૮૫ મુજબ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ. એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી. ટીમ તથા બગસરા પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રીમતી આઇ.જી.ગીડા તથા બગસરા પો.સ્ટે.ની પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.