જાફરાબાદ, સામાકાંઠા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા નવ ઇસમોને કુલ કિં.રૂ.૫૧,૪૬૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ.

 અમરેલી જિલ્લામાંથી દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું, જે અનુસન્ધાને 

અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ગઇ કાલ તા.૦૧/૦૬/૨૦૨૩ ની રાત્રીના જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાઁ હોય,

જે દરમ્યાન બાતમી હકિકત આધારે જાફરાબાદ, સામાકાંઠા વિસ્તારમાં બાપા સીતારામની મઢુલી પાસે જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા નવ ઈસમોને જુગાર રમતા રોકડ રકમ, મોબાઇલ ફોન તથા જુગાર સાહિત્ય સાથે પકડી પાડી, તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે

પકડાયેલ આરોપીઓઃ-

(૧) ભુપત છનાભાઈ શિયાળ, ઉ.વ.૩૦, રહે.જાફરાબાદ, સામાકાંઠા વિસ્તાર, તા. જાફરાબાદ,જિ.અમરેલી.

 (૨) યોગેશ ધીરૂભાઇ ગુજરીયા, ઉ.વ.૨૦, રહે.જાફરાબાદ, સામાકાંઠા વિસ્તાર, તા.જાફરાબાદ, જિ.અમરેલી,

(૩) વિષ્ણુ ભગવાનભાઇ શિયાળ, ઉં.વ.૧૯, રહે. જાફરાબાદ, સામાકાંઠા વિસ્તાર, તા. જાફરાબાદ, જિ.અમરેલી.

 (૪) દેવશી છગનભાઇ બાંભણીયા, ઉ.વ. ૪૨, રહે જાફરાબાદ, સામાકાંઠા વિસ્તાર,તા.જાફરાબાદ, જિ. અમરેલી,

(૫) હીમત મોહનભાઇ બાંભણીયા, ઉ.વ. ૧૯, રહે.જાફરાબાદ, સામાકાંઠા વિસ્તાર, તા જાફરાબાદ, જિ.અમરેલી.

 (૬) શિવા ધીરૂભાઇ શિયાળ, ઉ.વ.૨૫, રહે. જાફરાબાદ, સામાકાંઠા વિસ્તાર, તા.જાફરાબાદ, જિ.અમરેલી.

(૭) કાનજી લાખાભાઇ શિયાળ, ઉં.વ.૩૦, રહે. જાફરાબાદ, સામાકાંઠા વિસ્તાર, તા. જાફરાબાદ, જિ.અમરેલી.

(૮) ભાવેશ કાંતિભાઇ શિયાળ, ઉ.વ.૩૧, રહે.જાફરાબાદ, સામાકાંઠા વિસ્તાર, તા.જાફરાબાદ, જિ.અમરેલી.

 (૯) દિનેશ ધીરૂભાઇ ગુજરીયા, ઉ.વ.૨૪, રહે. જાફરાબાદ,સામાકાંઠા વિસ્તાર, તા. જાફરાબાદ, જિ.અમરેલી,

પકડાયેલ મુદ્દામાલઃ-

રોકડા રૂ. ૧૭,૪૬૦/ - તથા

 મોબાઇલ ફોન નંગ-૬કિ.રૂ.૩૪,૦૦૦ તથા

 ગંજીપત્તાના પાના નંગ-પર કિ.રૂ.૦૦/- મળી કુલ કિં.રૂ.૫૧,૪૬૦/- નો મુદ્દામાલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ. એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઈ. બહાદુરભાઈ વાળા તથા પો.કોન્સ. વિનુભાઇ બારૈયા, લીલેશભાઇ બાબરીયા, યુવરાજસિંહ વાળા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી