BANASKATHA // બનાસડેરી ચેરમેન પદે ફરી એકવાર શંકર ચૌધરીની અને વાઈસ ચેરમેન તરીકે ભાવાભાઈ દેસાઈની બિનહરીફ વરણી..

બ્યૂરો રિપોર્ટ નીરજ બોરાણા બનાસકાંઠા 

એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેન ની આજે યોજાયેલી ચૂંટણીમાં સામે કોઈ ફોર્મ ન ભરાતા બિનહરીફ વરણી કરવામાં આવી હતી..

 ચેરમેન પદે ફરી એકવાર શંકર ચૌધરીની અને વાઈસ ચેરમેન તરીકે ભાવાભાઈ દેસાઈની બિનહરીફ વરણી કરવામાં આવી હતી..

બનાસ ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની આગામી અઢી વર્ષની ટર્મ માટે આજે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પ્રાંત અધિકારી ના અધ્યક્ષ સ્થાને યોજાયેલી ચૂંટણી બેઠકમાં તમામ ડીરેકટર હાજર રહ્યા હતા. જેમાં શંકર ચૌધરી અને ભાવાભાઈ દેસાઈની બિનહરીફ વરણી કરવામા આવી હતી..

બનાસડેરી ના ચેરમેન શંકર ચૌધરી એ વાતચીત કરતા કહ્યું હતું કે, બનાસ ડેરી દ્વારા હાલ દરરોજ પશુપાલક બહેનો ના ખાતામાં દૂધના 34 કરોડ રૂપિયાની વધુની રકમ જમા કરાવવામાં આવી રહી છે, હવે દૂધની સાથે સાથે ગોબર ને પણ પ્રોસેસ કરવાનું કામ હાથ પર લેવામાં આવ્યું છે..