જે અનુસંધાને *સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ* ના માર્ગદર્શન હેઠળ *રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ શ્રી એ.એમ.દેસાઇ સાહેબ* ની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પોલીસ સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન રાજુલા બસ સ્ટેશન વિસ્તારમાંથી એક ઈસમને પ્રતિબંધિત ચાઇનીઝ માંઝા/પ્લાસ્ટીક બનાવટની દોરીઓનું વેચાણ કરતા પકડી પાડી,તેમના વિરૂધ્ધમાં રાજુલા પો.સ્ટે.માં ધોરણસરની કાર્યવાહી કરેલ છે
💫 *પકડાયેલ આરોપી-*
રાહુલભાઇ અરવિંદભાઇ ચીભડીયા ઉ.વ.૨૦ ધંધો.મજુરી મુળ રહે.ગારીયાધાર,ખોડીયાર નગર સોસાયટી પંચમુખી હનુમાન મંદિર પાસે તા.ગારીયાધાર જી.ભાવનગર હાલ રહે.રાજુલા,બસ સ્ટેશન પાસે તા.રાજુલા
💫 *પકડાયેલ મુદ્દામાલની વિગત*
WELPN MONO કંપનીની ફીરકીઓ નંગ-૧૫, કિં.રૂા.૪,૫૦૦/-નો મુદ્દામાલ
આ કામગીરી *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ*, નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ *રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ શ્રી એ.એમ.દેસાઇ* તથા *હેઙ.કોન્સ ભરતભાઇ વાળા, ભીખુભાઇ ચોવટીયા, મુકેશભાઇ ગાજીપરા* તથા પો.કોન્સ ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા, ભરતસિંહ ગોહિલ, પરેશભાઇ દાફડા, ધર્મેન્દ્રસિંહ ગોહિલ તથા રેનીશભાઇ ભાલીયા દ્રારા કરવામાં આવેલ
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.