એલસીબી ટીમ રાજકોટ અમદાવાદ હાઇવે પર પેટ્રોલિંગમાં હોવા દરમિયાન વિદેશી દારૂ અંગે બાતમી મળી હતી. આથી શંકાસ્પદ ટેન્કરમાં તપાસ કરતા 1930 બોટલ દારૂ અને 3571 બિયરના ટીન મળી આવ્યા હતા. ઉપરાંત ટેન્કરનું પાયલોટિંગ કરાતું જણાતા ટેન્કરની આગળ ચાલનાર બોલેરો કાર સહિત 24.85 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 1 શખસને ઝડપ્યો હતો. પૂછપરીમાં સાયલાના શખસનું નામ ખુલતા 2 સામે ફરિયાદ નોંધાઇ હતી.એલસીબીના વી.વી.ત્રિવેદીના માર્ગદર્શનમાં પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન બાતમી મળેલ કે 14 પૈડાવાળા ટેન્કરમાં દારૂ ભરીને આવી રહી છે. અને તેની આગળપાછળ કોફી કલરનું બોલેરો દ્વારા પાયલોટિંગ કરાઇ રહ્યું છે. જેના આધારે ચોટીલા હાઈવે પર વોચ ગોઠવીને મોરવાડ ગામના પાટિયા પાસેથી ટ્રક નંબર ટેન્કર પસાર થતા તેને અટકાવતા તેની સાથે બોલેરો કાર પણ હતી. બંનેના ચાલકો અંધારાનો લાભ લઇને ફરાર થઇ ગયા હતા. પરંતુ સાયલાના ગઢસીરવાણીયાના રૈયાભાઇ વાલાભાઇ સીહોરાને ઝડપી પડાયા હતા.ટેન્કરની તપાસ કરતાં તેમાંથી 1930 બોટલ વિદેશી દારૂ અને 3571 બિયરના ટીન જેની કિંમત આશરે 10,80,850 મળી આવ્યા હતા. ટેન્કર અને બોલેરો સહિત અન્ય મુદ્દામાલ સાથે રૂ.24,85,850નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પૂછપરછમાં દારૂનો જથ્થો સાયલાના સાંગોઇના રામકુભાઇ શાંતુભાઇ કાઠીએ મગાવ્યાનું ખૂલ્યું હતું. આ કાર્યવાહીમાં એલસીબી પીઆઇ વી.વી. ત્રિવેદી, એએસઆઈ એન.ડી. ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ પ્રતાપભાઇ, અનિરૂધ્ધસિંહ વગેરે પોલીસ સ્ટાફ જોડાયા હતા.