કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગનાં વોન્ટેડ ત્રણ સાગરીતોને આજરોજ સુરેન્દ્રનગર શહેર માંથી લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લઈ અને તેની પાસેથી રૂ।.17.60 લાખની કિંમતનું 176 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ પણ ઝડપી લીધુ હતું. આ અંગેની મળતી વધુ વિગતો અનુસાર એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ત્રિવેદી એ એલ.સી.બી. સ્ટાફ તથા પેરોલ ફર્લો સ્કોડના પો.સ.ઇ સી.એ.એરવાડીયા તથા પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સુરેન્દ્રનગર જીલ્લામાં સધન પેટ્રોલીંગ ફરી ખાસ એકશન પ્લાન હેઠળ કોઇપણ પ્રકારના નશાની બદી સંપૂર્ણપણે નેસ્તનાબુદ થાય તે રીતે પરીણામલક્ષી કામગીરી કરવા સુચના તથા માર્ગદર્શન આપી સાથે રહી સુરેન્દ્રનગર ટાઉનમાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવેલ.તે દરમ્યાન એલ.સી.બી. ટીમ દ્વારા ચોકકસ બાતમી હકીકત મેળવવામાં આવેલ કે, લોરેન્સ બિશ્નોઇ ગેંગના સાગરીતો (1) અક્ષય રામકુમાર ડેલુ તથા (2) અંકિત વિષ્ણુરામ બિશ્નોઇ રહે.બંને ખેરપુર પંજાબ તથા (3) વિક્રમસિંહ બળવંતસિહ જાડેજા રહે.કચ્છ નાઓ ગોકુલ હોટલ નજીક શિવસગાથ હિલ્સ નામના એપાર્ટમેન્ટમાં ફલેટ નં- બી-104 માં આશરો મેળવેલ છે અને તેઓ ઘણા ગુન્હામાં વોન્ટેડ છે અને તેઓ પાસે નાર્કોટીકસનો જથ્થો પણ છે. જે બાતમી હકીકત આધારે એલ.સી.બી. ટીમ દ્વારા પુરતી તૈયારી સાથે બાતમી વાળી જગ્યાએ છાપો મારતા ત્રણ આરોપીઓને પોતાના કબ્જા ભોગવટાના ફલેટમાં પોતાના કબ્જામાંથી ગે-કા પાસ પરમીટ વગર મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કુલ વજન-176 ગ્રામ કિ.રૂ.17,60,000/- તથા મોબાઈલ નંગ-5 કિ.રૂ.20,500/- તથા વાઇફાઇ ડોંગલ-1 કિ.રૂ.1,000/- મળી કુલ કિ.રૂ.13,81,500/- ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન પોલીસે તમામ મુદામાલ કબ્જે કરી મજકુર ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ સુરેન્દ્રનગર સીટી બી ડીવીઝન પો.સ્ટે.માં એન.ડી.પી.એસ એકટ કલમ-8(સી), 22(સી), 29 મુજબ ગુન્હો રજી. કરાવવામાં આવેલ અને જે ગુન્હાની તપાસ એસ.ઓ. જી. પો.ઇન્સ, શ્રી એસ.એમ.જાડેજાઓ સંભાળી ચલાવી રહેલ છે.તેમજ મજકુર આરોપીઓની પુછપરછ કરતા પોતે લોરેન્સ બિશ્નોઇ ગેંગ સાથે સંલગ્ન રહી આરોપીઓ (1) અક્ષય રામકુમાર ડેલું જાતે.બીમોઇ ઉવ.રર (2) અંકિત વિષ્ણુરામ કાકકડ જાતે.બિશ્નોઇ ઉવ.22 રહે.બંને ખેરપુર તા.અબીહર જી કાલકા પંજાબ વાળાઓ આજથી આશરે બે મહિના લોરેન્સ બિશ્નોઇના ભાઇ અનમોલ બિશ્નોઇ દ્વારા રાજસ્થાન રાજયના જૈન ઇસમ પાસે 50 લાખની ખંડણી માંગેલ તે અંગે શ્રીગંગાનગર પો.સ્ટે.માં ખંડણીનો ગુન્હો નોંધાયેલ જે ગુન્હા કામે વોન્ટેડ હોવાની તથા આરોપી નં-3 વિક્રમસિંહ બળવતસિહ જાડેજા ઉવ.30 રહે વાંક તા.અબડાસા જી.કચ્છ ભુજ વાળાની પુછપરછ કરતા પોતે સને-2017 માં કચ્છ જીલ્લાના જખી પોલીસ સ્ટેશનમાં ખુન કેસને અંજામ આપેલ જે ગુગમાં નામ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા કરવામાં આવેલ જે અંગે રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા કાપતો હોય અને દિન-10 ની પેરોલ રજા બાદ તા.13/02/2023 થી પેરોલ જમ્પ થયેલ છે. એમ કબુલાત આપેલ છે. મજકુર આરોપી સદર ફેડ્રોન ડ્રગ્સની જથ્થો કોની પાસેથી લાવેલર કોને આપવાનો હતો. સદર ગુન્હામાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે? વિગેરે બાબતે ચોકકસ હકીકત જાણવા સારૂ મજકુર આરોપીઓની ઉંડાણપુર્વકની પુછપરછ ચાલુમાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
क्या राज ठाकरे के साथ आने से शिवसेना पहली जैसी हो जाएगी ? देखिए अब तक का सबसे बड़ा पोल
क्या राज ठाकरे के साथ आने से शिवसेना पहली जैसी हो जाएगी ? देखिए अब तक का सबसे बड़ा पोल
Raj Thackeray To Vasant More | सुप्रीया सुळेंच्या मतदारसंघाची जबाबादारी वसंत मोरे यांच्याकडे
Raj Thackeray To Vasant More | सुप्रीया सुळेंच्या मतदारसंघाची जबाबादारी वसंत मोरे यांच्याकडे
મહેસાણા : ભાજપના ઉમેદવારે 3.89 લાખ અને કોંગ્રેસ, આપ , અપક્ષ ઉમેદવારોએ કેટલો ચૂંટણી ખર્ચ કર્યો, જાણો
મહેસાણા વિધાનસભા બેઠક પર ચૂંટણી લડી રહેલા 13 પૈકી ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ સહિત 10 ઉમેદવારોએ...
Big Breaking on Nuh: बस से निकले VHP के कार्यकर्ता, शुरू हुई भव्य 'शोभायात्रा' | Shobha Yatra
Big Breaking on Nuh: बस से निकले VHP के कार्यकर्ता, शुरू हुई भव्य 'शोभायात्रा' | Shobha Yatra