જાણીતા એડવોકેટ પી.પી.સરવૈયા ની દલીલો ને ગ્રાહ્ય રાખતા મ્હે.એડિશનલ સેશન્સ જજ સાહેબ 

રાજુલાના મહે. એડી. સેશન્સ જજ સાહેબ ની કોર્ટમાં કેસ ચાલી જતાં આરોપીનો નિર્દોષ છુટકારો.

- આ કામની ટૂંકમાં હકીકત એવી છે કે,

આ કામના ફરિયાદીની સગીર વયની દિકરી ને આ કામનો આરોપી હરેશ દુલાભાઈ ગોહીલ રહે.જૂની માંડરડી વાળો તા.૩૧/૦૩/૨૦૨૦ ના રોજ બદકામ કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી કાયદેસરના વાલીપણા માંથી અપહરણ કરી ભગાડી લઈ ગયેલ,

ફરિયાદીની દિકરી સગીર હોવાનું જાણવા છતાં દુષ્કર્મ આચરેલ હોય તેવા મતલબની આઇ.પી.સી. કલમ ૩૬૩,૩૬૬,૩૭૬(૨)(એન),૩૭૬(૩) તથા પૉકસો એક્ટ ની કલમ ૪,૮ મુજબ ફરિયાદ તારીખ ૪/૪/૨૦૨૦ ના રોજ રાજુલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ,

જેની તપાસ કરનાર અધિકારી દ્વારા તપાસ ના અંત્તે નામદાર એડી. સેશન્સ કોર્ટમાં ચાર્જશિટ ફાઈલ કરવામાં આવેલ

જેનો પોકસો કેસ નામદાર એડી. સેશન્સ જજ સાહેબની કોર્ટ માં ચાલી જતાં વિદ્વાન વકીલ શ્રી પી પી સરવૈયા ની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી ને નિર્દોષ છોડી મૂકવા નો હુકમ કરવામાં આવેલ છે

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.