શ્રી ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, ભાવનગર તથા પોલીસ અધિક્ષકશ્રી કિશોર બળોલિયા સાહેબનાઓ સુચના દ્વારા તથા વિભાગીય પોલીસ અધિકારીશ્રી, મહર્ષિ રાવલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લામાં ટેકનોલોજી ઉપયોગ કરી સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) લોકોને ઉપયોગી બની સેવા કરવા સુચના આપેલ જે સુચનાની અમલવારી કરાવવામાં આવી રહી છે.

બોટાદ પોલીસ સ્ટેશન ખાતે તા.૨૫/૦૫/૨૦૨૩ ના રોજ એક અરજદાર આવેલ અને જણાવેલ કે, તા.૨૫/૦૫/૨૦૨૩ ના ક.૧૬/૦૦ થી ક.૧૬/૩૦ વાગ્યા દરમ્યાન તેઓ ટાવર રોડથી રિક્ષામાં બેસી તાજપર સર્કલ જતા રિક્ષામાં અરજદાર પોતાનો મોબાઈલ ભૂલી ગયેલ જે કિંમત રૂપિયા ૧૩,૯૯૦/- નો હોય, ત્યારબાદ તેઓએ ઘણી શોધખોળ કરવા છતાં મળેલ નહી, જેથી તેઓએ બોટાદ પોલીસની મદદ માંગતા સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ) નો સંપર્ક કરી સઘળી હકીકત જણાવતા નેત્રમ ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ.શ્રી એસ.કે.જાડેજા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ફરજ પરના નેત્રમના સર્વેલન્સના પોલીસ કર્મચારીઓ તથા આઉટસોર્સ એન્જીનીયરનાઓએ બોટાદ શહેરમાં VISWAS પ્રોજેકટ અંતગર્ત લાગેલ સી.સી.ટી.વી. કેમેરાનું રેકોર્ડિંગ તેમજ ITMS સોફ્ટવેરની મદદથી રિક્ષા નો રજી.નં. GJ-06-AY-3909 શોધી કાઢી અને રિક્ષાચાલકનો સંપર્ક કરી અરજદારને ભૂલી ગયેલ મોબાઈલ પરત અપાવેલ છે.

મુદામાલઃ-

(૧) OPPO કંપનીનો મોબાઈલ કિંમત રૂપિયા ૧૩,૯૯૦/- પરત અપાવેલ.

કામગીરીમાં જોડાયેલ અધિકારીશ્રી/કર્મચારીઓ:-

આમ ઉપરોકત કામગીરીમાં નેત્રમ ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ.શ્રી એસ.કે.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારી (૧) એ.એસ.આઈ. રાજુભાઈ જગમાલભાઈ ધોરીયા, (૨) અ.પો.કો. હિતેશભાઈ ધીરૂભાઇ રાઘાણી, (૩) આ.વુ.લો.ર. હેતલબેન રમેશભાઇ પરમાર, (૪) આ.લો.ર. ભવાનભાઈ વિરમભાઈ જમોડ, (૫) અ.વુ.લો.ર. કિંજલબેન કેશવભાઈ રાઠોડ,(૬) સી.એન્જી. અજયભાઈ ભુપતભાઈ મુળીયા, (૭) જુ.એન્જી. અશ્વિનભાઈ ભીખાભાઈ સોનગરા નાઓ દ્વારા કરવામાં આવેલ.

Dharmendra lathigara Botad