*ધોરણ -૧૦ પછી પ્રથમ વર્ષ અને ITI પછી બીજા વર્ષ ડિપ્લોમા ઈજનેરી કોલેજના પ્રવેશ જોગ*

*તા.૧૧ જૂન ૨૦૨૩ ના રોજ ઔધોગિક તાલિમ સંસ્થા (ITI) રાજપીપલા ખાતે એવરનેસ સેમિનાર યોજાશે*

રાજપીપલા, ગુરૂવારઃ- નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે આવેલ ઔધોગિક તાલીમ સંસ્થા (ITI) રાજપીપલા ખાતે તા.૧૧/૦૬/૨૦૨૩ ના રોજ સવારે ૧૧:૦૦ થી ૧:૦૦ વાગ્યે સરકારી પોલીટેકનીક, રાજપીપલા તથા ACPDC ના સહયોગથી એડમિશન માટે એવરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ-૧૦ પછી પ્રથમ વર્ષ અને ITI પછી બીજા વર્ષ ડિપ્લોમા ઈજનેરી કોલેજમાં એડમિશન પ્રક્રિયા અંગેની માહિતી અને ક્રમિક પગલાં તથા વિધાર્થીઓ અને વાલીઓના પ્રવેશ પ્રક્રિયાને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે.

વધુમાં એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ (ACDCP) અમદાવાદ દ્વારા તા.૧૬-૦૫-૨૦૨૩ થી એડમિશન રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જે માટેનું સાઇબર સ્પેશ સેન્ટર રાજપીપલા હાઈસ્કુલ, સ્ટેશન રોડ, રાજપીપલા કાર્યરત છે. જિલ્લાની જાહેર જનતાને અનુરોધ છે કે, ઉપરોક્ત સેમિનાર તથા સાઈબર સ્પેસ સેન્ટરનો બહોળા પ્રમાણમાં વિધાર્થીઓ અને વાલીઓ લાભ લેવા આચાર્યશ્રી, સરકારી પોલીટેકનીક, રાજપીપલાની એક અખબારી યાદીમાં જણાવાયું છે. ******