માંડણ ગામ નજીક આઇસર ટેમ્પો પલ્ટી જતા સર્જાયો અકસ્માત : ગાડી મા થયું નુકશાન

મળતી માહિતી અનુસાર આ કામના ટેમ્પો ચાલક વજીર ભાઈ સુલતાનભાઈ વસી રહે ભાલોદ રાજપારડી તાલુકો જગડીયા નાઓ પોતાના કબજાની ટાટા આઇસર ટેમ્પો ગાડી નંબર GJ 10 TX 4801 નંબરના ટેમ્પોમાં મહેસાણા સાગર ડેરીમાંથી અમુલ દૂધ પાવડરના બોક્સ ભરી ને ઉડીસા જવા માટે નીકળ્યા હોય દરમ્યાન રાજપીપલા પસાર કરી માંડણ ગામના વળાંક પાસે આવતા પોતાના કબજાનો આઇસર ટેમ્પો પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતા અચાનક ગાડીના સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવી દેતા આઇસર ટેમ્પો પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો

આ અકસ્માતમાં આઇસર ટેમ્પો ની બોડીમાં નુકસાન તથા ગાડીમાં ભરેલા અમુલ પાવડરના બોક્સને નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે સદર ઘટનાની જાણ રાજપીપલા પોલીસને થતા રાજપીપલા પોલીસે કાયદેસર ગુનો દાખલ કરી આગળ ની તપાસ હાથ ધરી છે......