સરસ્વતી તાલુકાનાં કોઇટા ગામે 15 વર્ષ પૂર્વે વેચાણ રાખેલી ખેતીની જમીન ખેતી કરાવીને તેનો હાલમાં કબજો ધરાવનારા એક વ્યકિતની જમીન ઉપર ગામનાં કેટલાક લોકોએ ગેરકાયદેસર રીતે કબજો કરીને તેમાં પ્રવેશ કરીને ખેતીનાં પાક લેતા હોવાનું ખેતર - જમીનનાં માલીક અને તેમનાં સંબંધીઓ ની જમીન ખાતેની રુબરુ મુલાકાત લેતાં જાણવા મળતાં ને જમીન ઉપર બિનઅધિકૃત કબજો થયાનું જણાતાં તેઓને ખેતરમાં નહિં પ્રવેશવા કહેતાં દબાણકર્તાઓ એ જમીન માલિકને ધમકીઓ આપતાં જમીન માલિકોએ પાટણનાં કલેકટર કચેરીની લેન્ડ ગ્રેન્કિંગ' સમિતિમાં અરજી કરતાં કલેક્ટરે તે અંગે તપાસ કરાવી અભિપ્રાયો મંગાવીને આ જમીન પર ગેરકાયદેસર કબજો થયો હોવાનું જણાતાં કલેકટરે આ અંગે પોલીસ ફરિયાદ કરવાનો હુકમ કરતાં જમીન માલીકે વાગડોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે 10 વ્યક્તિઓ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદો 3,4 (3) 5(સી) તથા આઈપીસી 45,507(1) 114 મુજબ ગુનો નોંધ્યો હતો..

આ અંગેની મળતી માહિતી મુજબ, ડીસા ખાતે રહેતા કન્સ્ટ્રક્શન તથા જમીન લે-વેચનાં ધંધા સાથે સંકળાયેલા છબીલદાસ બાબુલાલ સોનેયા (શાહ) (ઉ.વ.71) એ સરસ્વતિ તાલકાનાં કોઇટા ગામે સીમમાં આવેલી 0-51-48 હે.આરે. ચો.મી.ની નવા સર્વે નં. 320 વાળી જમીન 2008માં સરસ્વતિનાં હૈદરપુરાનાં મુમન પરિવાર પાસેથી રજિસ્ટ્રર દસ્તાવેજ થી વેચાણ લીધા બાદ તેમણે જમીનનો ઉપયોગ ખેતીમાં થતો ન હોવાથી તેમાં ઉગી નકળતાં આંકડીયાને સાફ કરાવતા હતા..

જમીન માલિક છબીલદાસ છેલ્લા ચારેક વર્ષથી તબીયતની પ્રતિકૂળતાને લઇને જમીન જોવા આવી શકતા નહોતા.

તા.14-1-23નાં રોજ તેઓ તેમનાં સંબંધીઓ ઉપરોક્ત જમીન જોવા માટે આવતાં તેમની જમીનમાં રાયડો ઉગાડેલો જોવા મળતાં અને તેમણે ખેતર ફરતે કરેલી ફેન્સીંગ પણ હટાવી દીધી હોવાનું જણાતાં આ પાક વાવનારાની તપાસ કરતાં તેમને ગામનાં એક જ કુટુંબનાં સભ્યોએ આ જમીન પર અનધિકૃત કબજે કર્યા હોવાનું જણાતાં તેઓનો વારાફરતી સંપર્ક કરતાં આ કબજો કરનારા વ્યક્તિઓએ છબીલદાસને ધમકીઓ આપી હતી..

જેથી તેઓએ પાટણ ની કલેક્ટર કચેરીમાં તેમની જમીન પર કબજો કર્યો હોવા અંગેની ફરિયાદ કરતાં કલેક્ટરે તેની તપાસ પોલીસ મારફત કરાવી રિપોર્ટ મંગાવ્યો હતો..

તા.15-5-23 નાં રોજ યોજાયેલી જમીન અંગેની જિલ્લા સમિતિની બેઠકમાં તપાસ રિપોર્ટ અંગે નિર્ણય કરીને આઅંગે પોલીસ ફરિયાદ કરવાનો હકમ કર્યો હતો. જે અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, તપાસ પી.એસ.આઇ. પી.એસ. ચૌધરી ચલાવી રહ્યા છે..