પાલનપુરના પોષ વિસ્તારમાં રહેતી આઠ સંતાનોની મહિલા ઉપર તેણીના જમાઇએ દસ માસ અગાઉ મકાનમાં જ દુષ્કર્મ ગુજાર્યુ હતુ. જેની શનિવારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં ભારે ચકચાર મચી જવા પામી છે.
પાલનપુરમાં ચકચારી બનેલા કિસ્સા અંગે નોંધાયેલી ફરિયાદની વિગતો એવી છે કે, શહેરના પોષ વિસ્તારમાં રહેતી 50 વર્ષિય મહિલાને સંતાનમાં ચાર દીકરીઓ અને ચાર દીકરા છે. જેની એક દીકરીના લગ્ન અમીરગઢ પંથકના એક ગામમાં કર્યા હતા. જોકે, પુત્રી અને જમાઇ વચ્ચે અણબનાવ થયો હતો.
જેનું સમાધાન થયા પછી જમાઇ અવાર- નવાર સાસુના ઘરે પાલનપુર આવતો હતો. દરમિયાન તારીખ 14 જુલાઇ 2022ના બપોરે બે વાગ્યે સાસુ ઘરે એકલા હતા. ત્યારે જમાઇએ તેની મરજી વિરૂધ્ધ સસરાને જાનથી મારી નાંખવાની ધમકી આપી મકાનમાંજ દુષ્કર્મ ગુજાર્યુ હતુ. આ અંગે સાસુએ શનિવારે જમાઇ સામે પાલનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.