અમીરગઢના ખારી ગામની સીમમાંથી પોલીસે દારૂ ઝડપી પાડ્યો છે. અમીરગઢ પોલીસને બાતમીના આધારે ખારી ગામની સીમમાં પેટ્રોલિંગ દરમિયાન થાવરાભાઈ ખરાડીના ખેતરમાંથી 12 જેટલી દારૂની પેટીઓ ઝડપી પાડી હતી. પોલીસે કુલ મુદ્દા માલ કબજે કરી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લા પોલીસ વાડા અક્ષયરાજ મકવાણા નાઓએ વિદેશી દારૂની હેરાફેરી થતી રોકવા સારુ સુચના કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક માર્ગદર્શન હેઠળ અમીરગઢ પોલીસ સ્ટેશનનાઓ પોલીસ સ્ટાફના માણસો ખાનગી રાહે મળેલ બાતમી હકિકત આધારે ખારી ગામની સીમમાંમાંથી થાવરાભાઇ ધર્માભાઇ ખરાડી રહે.ખારી અમીરગઢવાળાએ પોતાના કબ્જા ભોગવટાના ખેતરમાં વગર પાસ પરમીટના ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની પેટી 12 પેટી 44 હજાર 928 રૂપિયાનો રાખી હાજર ન મળી આવી જેઓની વિરૂધ્ધમાં પ્રોહીબીસન એક્ટ મુજબ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.