સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના કેવડાપરા વિસ્તારમાં જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા પતા-પ્રેમીઓને રોકડા રૂ.૧૦૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ક્વોલીટી કેસ શોધી કાઢતી સાવરકુંડલા ટાઉન પોલીસ

સાવરકુંડલા ટાઉન પોલીસ દ્વારા ચોક્કસ બાતમી આધારે સાવરકુંડલાના કેવડાપરા વિસ્તારમાં જાહેર શેરીમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા

 છ પતા પ્રેમીઓને રોકડા રૂ.૧૦૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી

મજકુર આરોપીઓ વિરૂધ્ધમાં સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.માં જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

* પકડાયેલ આરોપીઓની વિગત :

(૧) ડાયાભાઇ વશરામભાઇ ધાખડા ઉ.વ.૫૦,ધંધો.મજુરી,રહે.સાવરકુંડલા, કેવડાપરા, તા.સાવરકુંડલા, જી.અમરેલી,

(૨) જગદીશભાઇ ભુરાભાઇ પરમાર ઉ.વ.૩૬,ધંધો. મજુરી,રહે.સાવરકુંડલા, કેવડા૫રા,તા.સાવરકુંડલા,જી.અમરેલી,

(૩) વિનુભાઇ પુનાભાઇ વિશોથીયા ઉ.વ.૩૨, ધંધો.મજુરી,રહે.સાવરકુંડલા, કેવડાપરા,તા.સાવરકુંડલા,જી.અમરેલી,

 (૪) અશ્વિનભાઇ બાબુભાઇ સોલંકી ઉ.વ.૩૦, ધંધો. હિરાધસુ, રહે.સાવરકુંડલા, કેવડાપરા, તા.સાવરકુંડલા, જી.અમરેલી,

(૫) હરેશભાઇ પ્રવિણભાઇ વેકરીયા ઉ.વ.૩૫,ધંધો.હિરાધસુ, રહે.સાવરકુંડલા,કેવડાપરા, તા.સાવરકુંડલા, જી.અમરેલી,

 (૬) મુકેશભાઇ રમેશભાઇ મકવાણા ઉ.વ.૩૦, ધંધો. હિરાઘસુ, રહે.સાવરકુંડલા કેવડા૫રા તા.સાવરકુંડલા, જી.અમરેલી,

* પકડાયેલ મુદ્દામાલની વિગત :

(૧) રોકડા રૂ. ૧૦૮૦૦/-

(૨) ગંજી પત્તાના પાના નંગ-પર કિં.રૂ.૦૦/૦૦

આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.સોની તથા ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર જે.કે.મોરી તથા પો.સબ.ઇન્સ. પી.એમ.સીસોદીયા તથા હેડ કોન્સ. અમાનભાઇ યાસીનભાઇ ,પો.કોન્સ.રવિભાઇ કીશોરભાઇ, પો.કોન્સ.મહેશભાઇ લક્ષ્મીશંકરભાઇ, પો.કોન્સ. મુકેશભાઇ વિષ્ણુભાઇ, દ્રારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.