ભારતે પાંચમી ટી-20માં વેસ્ટ ઇન્ડિઝને 88 રનથી હરાવી દીધું છે. ભારતની જીત સાથે જ આ સીરીઝ પણ 4-1ના અંતરથી જીતી લીધી. પહેલા બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા.
- ભારતે સીરીઝ પણ 4-1ના અંતરથી જીતી લીધી
- ફ્લોરિડામાં રમાયેલી T20 સીરીઝનો હતો અંતિમ મુકાબલો
શ્રેયસે 64 રનની ઇનિંગ રમી. જેના જવાબમાં વેસ્ટઇન્ડિઝની ટીમ 100 રન બનાવીને ઑલઆઉટ થઇ ગઇ. વેસ્ટ ઇન્ડિઝ માટે સૌથી વધુ રન શિમ રોન હેટમાયરે બનાવ્યા. તેમણે 35 બોલમાં 56 રનની ઇનિંગ રમી. ભારત તરફથી અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ અને કુલદીપ યાદવે ઘાતક બોલિંગ કરી. બિશ્નોઈએ ચાર વિકેટ ઝડપી. ત્યારે, અક્ષર અને કુલદીપે 3-3 વિકેટ લીધી.