ગુજરાતભરમાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે જેમાં અનેક પશઓના મોત થયાં છે પરંતુ સરકાર હજુ પણ સબ સલામતીના દાવાઓ કરી રહી છે. 1600થી વધુ પશુના મોત થઈ ચૂક્યા છે ખાસ કરીને કચ્છ જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત છે. ગત સોમવારે જ સીએમ ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને માર્ગદર્શન આપી જરુંરી આદેશ કર્યા હતા પણ સહાયની કોઈ જાહેરાત ન કરતાં હવે આગામી ચૂંટણીને ધ્યાને રાખી રાજકારણ શરૂ થઈ ગયું છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
- ગાયોના મોતનું એપી સેન્ટર બન્યું કચ્છ
- CMની કચ્છ મુલાકાત બાદ વિપક્ષ આક્રમક
- ગૌ સંવેદના રેલીમાં સહાયની માંગ કરશે કોંગ્રેસ
- સરકારની બેદરકારીથી ગાયોએ જીવ ગુમાવ્યો હોવાના આરોપ
વિપક્ષ લમ્પી વાયરસના મુદ્દે સરકારને ઘેરના પ્રયત્નો કરી રહ્યું છે. લમ્પી વાયરસથી ગાયોના મોત મુદ્દો રાજકારણની અડફેટે ચડયો છે. ગાયોના મોતનું એપી સેન્ટર કચ્છ બન્યું છે. ત્યારે CM ભૂપેન્દ્ર પટેલની કચ્છ મુલાકાત બાદ વિપક્ષ આક્રમક દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર ભૂજમાં ગૌ સંવેદના રેલી યોજવા જઇ રહ્યા છે. હજારો ગાયોના મોતનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે સરકારની બેદરકારીથી ગાયોએ જીવ ગુમાવ્યો હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ રેલીમાં જગદીશ ઠાકોર ગાયના માલિકો માટે સહાયની માગ કરશે.