સાગબારા પોલીસ મથકે નોંધાયેલા ચોરીના ગુનાના આરોપીઓને ગણતરી ના કલાકોમાં ઝડપી પાડી મુદ્દામાલ રિકવર કરતી સાગબારા

પોલીસ સંદીપસિંહ પોલીસ મહા નિરીક્ષક વડોદરા વિભાગ તથા પ્રશાંત સુબે પોલીસ અધિક્ષક નર્મદા નાઓ એ જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા અને અનડિટેકટ ગુનાઓને ડિટેક્ટ કરી પરિણામ લક્ષી કામગીરી કરવા માટે આપેલી સૂચના અનુસાર સાગબારા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.વી.પાટીલ તથા પોલીસ સ્ટાફના માણસો સાગબારા પોલીસ મથકે નોંધાયેલા ચોરીના ગુનાની તપાસમાં હોય દરમ્યાન આ ગુનામાં શકમંદ રણજીતસિંહ ઉર્ફે ઝાકીર લાલસીંગ વસાવા હાલ રહે અક્કલકુવા નાઓ પર ફરિયાદી તથા પોલીસને પૂરેપૂરો શક હોય જે શક ના આધારે સાગબારા પોલીસ સ્ટાફના માણસો મોજે અક્કલકુવા ખાતે પહોંચી સદર આરોપી ના ઘરે પહોંચી આરોપી રણજીતસિંહ વસાવાની યુક્તિ પ્રયુક્તિ થિ પૂછપરછ કરતા તેઓએ આરોપી જયદીપભાઇ ઉર્ફે બાબર જેહરસિંહ વસાવા રહે જેર ગામ નવીનગરી સાથે મળીને આ ચોરી કરી હોવાનું કબુલાત કરેલ

સાગબારા પોલીસ સ્ટાફના માણસોએ સદર આરોપી રણજીતસિંહ વસાવાને અક્કલકુવા ખાતેથી ઝડપી પાડી તથા સહ આરોપી જયદીપ વસાવાને ડેડીયાપાડા તાલુકાના જેર ગામ નવીનગરી ખાતેથી ઝડપી પાડી બંને આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલા રોકડા રૂપિયા 4.38.500 નો મુદ્દા માલ રિકવર કરી બંને આરોપીઓને સાગબારા પોલીસ મથકે લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે....