ડીસાના મુડેઠા ગામે 21 કુંડી મહાયજ્ઞમાં બારોટ સમાજના દેવસ્થાનમાં શ્રદ્ધાનું ઘોડાપુર ઉમટ્યું....

અનન્ય આસ્થા અને ઉમંગ સાથે ભારે જન મેદની વચ્ચે મુડેઠા મુકામે

મંદિરના જીર્ણોદ્વાર પ્રસંગે વિધિવત રીતે યંત્ર અભિષેક કરાયો....

ડીસા તાલુકાના મુડેઠા ગામે તૂરી બારોટ સમાજના ગામેગામથી પધારેલ મોટી સંખ્યામાં યુવાનો વડીલો કુંવાશી, ભાણેજ તેમજ સમાજના અન્ય આગેવાનોની હાજરીમાં ભારેથી અતિ ભારે ઉત્સાહ અને ઉમંગ વચ્ચે 21 કુંડી મહા યજ્ઞ કરી યંત્રની વિધિવત રીતે પૂજા અર્ચના કરાઈ. પ્રાપ્ત થયેલ વિગત મુજબ અંદાજે આજથી 800 વર્ષ પૂર્વે મુડેઠા મુકામે તૂરી બારોટ સમાજના જે તે વડવાઓ પોતાનું ગુજરાન ચલાવવા અહીં તહીં ફરતા આવકનો સ્ત્રોત મળતાં મુડેઠા મુકામે ઘણા વર્ષો સુધી વસવાટ કરી ઠરી ઠામ થયા હતા, ત્યારબાદ પરિવાર વિસ્તરતા તેમજ અન્ય કારણોસર અનેક પેઢીયો ત્યાંથી સ્થળાતર કરીને ગામે ગામે રહેવા લાગ્યા, આમ મુડેઠા ગામ પણ વર્ષો પહેલાં કોઈ વડવાના વડવાએ વસાવ્યું હોય એવુ જાણવા મળેલ છે, જુદા જુદા ગામે વડીલ પરિવાર વિખેરાઈ જતાં નાનકડા મુડેઠા ગામેથી રોહિત સમાજના મહોલ્લામાં બારોટ ભાઈયો જોડે વસવાટ કર્યો, ત્યારે માહિતી મળી કે જ્યાં અત્યારે રોહિત પરિવાર રહે છે તે જગ્યાની ઓસરીમાં માતાશ્રી વાહણવટી સિકોતર માતાનું કાચી માટીનું એક નાનકડું મંદિર ત્યાં મુકતા ગયા હતા, જો કે વર્ષો બાદ ત્યાં ફક્ત મંદિર જ રહ્યું હતું, મુડેઠા ગામે ત્યાં ઘણા સમય બાદ કોઈ વંશજોએ આ બાબતે